REGIONALગુજરાતી

વીરપુર નજીક બોર્ડની ઉત્તરવહી ગુમ થવાના બનાવમાં વિદ્યાર્થીઓને સરેરાશ માર્ક અપાશે

  • 258 ઉત્તરવહીઓ થઈ હતી ગુમ
  • રસ્તા ઉપરથી 3 થેલા ભરેલી ઉત્તરવહીઓ મળી હતી

અમદાવાદઃ વીરપુર અને ગોંડલ નજીકથી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ રસ્તા ઉપરથી મળી આવી હતી. જે પૈકી કેટલીક ઉત્તરવહીઓ ગુમ થઈ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન ઉત્તરવહી ગુમ થવા મુદ્દે સરકારે ગંભીરતાથી લઈને તપાસ આરંભી છે. તેમજ જે તે વિદ્યાર્થીઓને સરારાશ માર્ક આપવામાં આવશે તેમ શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું. વીજપુર અને ગોંડલ પાસેથી રસ્તા ઉપરથી ઉત્તરવહીઓ મળી આવવાની ઘટનાના પડઘા વિધાનસભામાં પડ્યાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજકોટથી વીરપુર મૂલ્યાંકન કેન્દ્રમાં ઉત્તરવહી લઇને જતી બસમાંથી 4 થેલા પડી ગયા હતા. જેમાંથી 3 થેલા મળ્યા હતા જ્યારે એક થેલામાંથી 258 ઉત્તરવહી ગુમ થઇ ગઇ હોવાનું કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.. આ મુદ્દે છ વ્યક્તિ સામે પોલીસ જાણવા જોગ પોલીસ કાર્યવાહી કરાઇ હતી. આ વિદ્યાર્થીઓને સરેરાશ માર્ક આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ મંત્રી ચુડાસમાએ કરી હતી. વીરપુર મૂલ્યાંકન કેન્દ્રમાં 100 થેલા બસમાં લઇને વીરપુર જવાતા હતા તેમ વિધાનસભા ગૃહમાં મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.  રાજકોટના ગોંડલ-વીરપુર વચ્ચે ધો.10ની ઉત્તરવહી પડી જવાના પ્રકરણમાં રાજ્ય સરકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે.

Related posts
Regionalગુજરાતી

ધોરણ-3થી 8ની ડિસેમ્બરના અંતમાં એકમ કસોટી યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3થી 8માં લેવાનારી એકમ કસોટીની…
Regionalગુજરાતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડિજીટલ પહેલ, હવે ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તેમના વિદ્યાર્થીઓ માટે કરી ડિજીટલ પહેલ હવે ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે ક્યુઆર કોડથી વિશ્વના કોઇપણ…
Regionalગુજરાતી

ગુજરાતમાં ખંભાતના અખાતમાં બનશે વિશ્વનો સૌથી લાંબો ડેમ

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ખંભાતના અખાતમાં ભાવનગર-દહેજ વચ્ચે 30 કિમીનો વિશ્વનો સૌથી લાંબો ડેમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે….

Leave a Reply