in , , , , ,

મોર્નિંગ વૉકના કુલ લૂકમાં જસ્ટિસ એસ.એ.બોબડે એ હાર્લી ડેવિડસન બાઈકની કરી સવારી

  • એસ.એ,બોબડે સ્પોર્ટ બાઈક પર બેઠા જોવા મળ્યા
  • તેઓ બાઈક પર ટી-શર્ટ અને ટ્રેક પેન્ટના મોર્નિંગ લૂકમાં જોવા મળ્યા
  • લોકોનું ધ્યાન તેઓ તરફ આકર્ષાયું
  • સોશિયલ મીડિયામાં તેમનો ફોટો થઆ રહ્યો છે વાયરલ
  • હાર્લી ડેવિડસનની કરી સવારી

સામાન્ય રીતે દેશના ઊચાં હોદ્દાઓ પર આવીને લોકો બસ માત્ર ફોરવ્હીલમાં ફરતા હરતા જોવા મળતા હોય છે,અને જો એમા પણ કોઈ સુપ્રિમ કોર્ટના જજ હોય અને તેઓ આપણાને જો કોઈ મસ્ત સ્પોર્ટ બાઈક પર સવાર થતા જોવા મળી જાય તો? તો આપણાને ખુબ નવાઈ લાગશે,પરંતુ કોર્ટના ઊચ્ચ સ્થાને બેસેલા હોય કે સામાન્ય માણસ હોય શોખ તો દરેકના કંઈકને કંઈક તો હોય જ છે.

દેશના સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેનો એક ખાસ ફોટો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હંમેશા કાળા કોટમાં સુપ્રીમ કોર્ટના સૌથી ઉચ્ચ હોદ્દા ઉપર બેસનારા ચીફ જસ્ટિસ શરદ બોબડે ટ્રેક પેન્ટ અને ટી–શર્ટમાં હાર્લે ડેવિડસનની શાનદાર બાઈક પર ન્યૂ લૂકમાં જોવા મળ્યા હતા.

ચીફ જસ્ટીસ બોબડે જે હાર્લી ડેવિડસનમાં બેસેલા જોવા મળ્યા હતા તે બાઈક અમેરીકાની એક કંપનીની બનાવટ છે,આ બાઈકની કિંમત લાખોમાં હોય છે,જ્યારે તેઓ મોર્નિંગ વોક માટે ઘરેથી નિકળ્યા હતા ત્યારે તેમની નજર રોડની સાઈડમાં ઊભેલી હાર્લી ડેવિડસન બાઈક પર પડી અને તેઓ તેના પર બેસતા પોતાની જાતને ન જ રોકી શક્યા, તેમણે તરત બાઈક પર બેસીને બાઈકનું હેન્ડલ પકડ્યું. આ દરમિયાન ત્યાં ઉપસ્થિત રહેલા લોકોએ તેમના ફોટો ક્લિક કર્યા જે સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

જો કે તેમણે આ બાઈકની ખરીદી નથી કરી કે નથી આ બાઈક તેમની માલીકીની,તેઓ જે બાઈક પર બેસ્યા છે તે બાઈકક રોહીત સોનબા મુસાલેના નામે આરટીઓમાં નોંધાયેલી છે. જસ્ટીસ બોબડેને બાઈક ચલાવવાનો ખુબ જ શોખ છે,આ વાત તેમણે વિતેલા વર્ષ દરમિયાન ઓક્ટોબર મહિનામાં મીડિયા સામે પણ કરી હતી કે તેમને અવનવી બાઈક પસંદ છે. તે સાથે જ તેઓને ફોટોગ્રાફી અને બુક્સ વાંચવાનો પણ શોખ છે.તેઓ આજે એકદમ કુલ લૂકમાં લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા,64 વર્ષની ઉમંરે પણ તેઓ એકદમ યંગ અને તંદુરસ્ત દેખાય છે.આ વાત તેમના આ ફોટો પરથી જ સાબિત થાય છે.

સાહીન-

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ROVING PERISCOPE: “Chinese Virus” alerts world, may bankrupt Beijing!

અમેરીકાને વળતો જવાબ- હવે ચીને અમેરીકાથી આવતા લોકોના વિઝા પર લગાવી રોક