in , ,

હરેન પંડ્યા હત્યા કેસમાં આરોપીઓને રાહત આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

  • આરોપીઓની પુનઃવિચારણા અરજી ફગાવાઈ
  • sc આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી
  • અમદાવાદમાં 2003માં થઈ હતી પંડ્યાની હત્યા

અમદાવાદઃ ભાજપના યુવા નેતા હરેન પંડ્યાની હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે અગાઉ તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી. જેની સામે આરોપીઓએ પુનઃવિચારણા અરજી કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે સુનાવણીના અંતે આરોપીઓને રાહત આપવાનો ઈન્કાર કરીને પુનઃવિચારણા અરજી ફગાવી દીધી હતી.

કેસની હકીકત અનુસાર અમદાવાદમાં ગત 26મી માર્ચ 2003ના રોજ સવારે વોકમાં નીકળેલા પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના યુવા નેતા હરેન પંડ્યાની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ખાસ પોટા અદાલતમાં ચાલી જતા કોર્ટે સુનાવણીના અંતે આરોપીઓને સજા ફરમાવી હતી. ખાસ પોટા કોર્ટના ચુકાદાને આરોપીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ગત 29 ઓગસ્ટ 2011ના રોજ ખાસ કોર્ટના નિર્ણયને બદલીને તમામ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી દેવાયા હતા. હાઈકોર્ટના આ નિર્ણય વિરુદ્ધ સીબીઆઈએ 2012માં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સીબીઆઈની અપીલના 7 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને બદલીને તમામ આરોપીઓને ઉંમરકેદની સજા સંભળાવી હતી. આ ચુકાદા સામે આરોપીઓએ પુનઃવિચારણા અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આરોપીઓની અરજી ફગાવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કેજરીવાલ સરકાર સ્વાસ્થ્ય-શિક્ષણમાં લીન રહી તો બીજેપીએ આ રીતે મારી બાજી

VIRAL VIDEO: ચિત્તાએ કર્યો શાહુડી પર હુમલો અને પછી થયું આવું…