1. Home
  2. ગુજરાતી
  3. સુપ્રિમ કોર્ટનો આદેશઃ- મહિલાઓને સેનામાં મળશે સ્થાયિ કમીશન-કહ્યું ‘માનસીકતામાં બદલાવ લાવો અને સમાનતા દર્શાવો’
સુપ્રિમ કોર્ટનો આદેશઃ- મહિલાઓને સેનામાં મળશે સ્થાયિ કમીશન-કહ્યું ‘માનસીકતામાં બદલાવ લાવો અને સમાનતા દર્શાવો’

સુપ્રિમ કોર્ટનો આદેશઃ- મહિલાઓને સેનામાં મળશે સ્થાયિ કમીશન-કહ્યું ‘માનસીકતામાં બદલાવ લાવો અને સમાનતા દર્શાવો’

0
  • સુપ્રિમ કોર્ટએ કેન્દ્રને આપી ફટકાર ફગાવી
  • કોર્ટએ તાનિયા શેરગિનનું ઉદાહરણ રજુ કર્યું
  • ત્રણ મહિનામાં નિર્ણયને લાગુ કરવાનો આદેશ
  • કહ્યું-કેન્દ્ર માનસિકતામાં બદલાવ લાવે
  • મહિલા સેના અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે”
  • શારીરિક વિશેષતાઓ પર કેન્દ્રના વિચારોને સુપ્રિમ કોર્ટેએ ફગાવ્યા

સેનામાં સ્થાયિ કમીશન મેળવવા અંગે વંચિત રહેલી મહિલા અધિકારીઓની અરજી અંગે સુપ્રિમ કોર્ટએ પોતાનો રવૈયૌ રજુ કર્યો છે,દિલ્હી હાઈ કોર્ટએ આ અંગેની અરજી પર મહોર લગાવીને કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે.તે સાથે જ કેન્દ્રને આ નિર્ણય લાગુ કરવા માટે ર મહિનાની મુદ્ત આપી છે,સુપ્રિમ કોર્ટનો આ નિર્ણય કૉમ્બૈટ વિંગ સિવાય બાકી દરેક વિંગ પર લાગુ પડશે.

મહિલોની શારીરિક વિશેષતાઓની ચર્ચો અને તર્ક પર કેન્દ્રના વિચારને સુપ્રિમ કોર્ટે મોટી ફટકાર આપી છે,તે સાથે જ આ બાબતે સુપ્રિમ કોર્ટએ કહ્યુ કે,’કેન્દ્ર દ્રષ્ટિકોણ તથા માનસિકતામાં બદલાવ લાવે તે જરુરી છે ’.

ઉલ્લેખનીય છે કે,દિલ્હી હાઇકોર્ટે 12 માર્ચ 2010ના રોજ શોર્ટ સર્વિસ કમીશન હેઠળની મહિલાઓને નોકરીમાં 14 વર્ષ પુરા કરતાં પુરૂષોસમ સ્થાયી કમીશન આપવાનો આદેશ જારી કર્યો હતો પરંતુ હાઇકોર્ટના ચૂકાદા વિરૂદ્ધ રક્ષા મંત્રાલય સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું  હતું. 

ન્યાયાધિશ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચએ આ નિર્ણય આપતા કહ્યું કે,સેનામાં મહિલા અધિકારીઓની નિયુક્તિ વિકાસની પ્રક્રિયા છે,સુપ્રિમ કોર્ટએ કેન્દ્ર સરકારને ફટકાર આપતા કહ્યું કે,સુપ્રિમ કોર્ટએ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે નથી આપ્યો.અર્થાત સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય યથાવત રાખ્યો છે.

આ સાથે જ હાઈકોર્ટએ કહ્યું કે,જેયારે હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવામાં આવી જ નથી છત્તાં પણ કેન્દ્ર એ હાઈકોર્ટનો નિર્ણય નથી લાગુ કર્યો,હાઈકોર્ટના નિર્ણય પર  કાર્યવાહી કરવાનું કોઈ કારણ અથવા ન્યાય નથી.તે સાથે કોર્ટએ કહ્યું કે, 9 વર્ષના નિર્ણય પછી કેન્દ્ર 10 કલમો માટે નવી નીતિઓ લઈને આવ્યું છે.

સુપ્રિમ કોર્ટએ જણાવ્યું કે,દેશના તમામ નાગરિકો તકની સમાનતા,લૈગિંક ન્યાય અને સેનામાં મહિલાઓની ભાગીદારીનું માર્ગદર્શન કરશે,મહિલોની શારીરિક વિશેષતાઓ પર કેન્દ્રના વિચારોને સુપ્રિમ કોર્ટેએ ફગાવ્યા છે તે સાથે જ કેન્દ્રને પોતાના દ્રષ્ટિકોણ અને માનસિકતામાં બદલાવ કરવાની સલાહ આપી છે, અને કહ્યું કે, સેનામાં સાચી સમાનતા લાવવી જોઈએ,હકિકતમાં સેનાના વિસ્તારમાં 30 ટકા મહિલાઓ કાર્યરત છે.

સુપ્રિમ કોર્ટએ આ અંગે કેન્દ્ર સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે,કોર્ટએ કહ્યું કે, “સ્થાયિ કમીશન આપવાનો ઈનકાર સ્ટીરિયોટાઈપ્સ પૂર્વાગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે,મહિલાઓ પુરુષોની બરાબરીમાં કાર્ય કરે છે,કેન્દ્રની દલીલો હેરાન કરનારી છે,મહિલા સેના અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું છે” ઉદાહરણ તરીકે કોર્ટએ તાન્યા શેરગીલનુ ઉદાહરણ રજુ કર્યું હતું.

સુપ્રિમ કોર્ટએ કહ્યું કે, લિંગના આધાર પર મહિલાઓ પર આકાંશાઓ રાખવી ખરેખરમાં સમગ્ર સેના માટે સંઘર્ષ ભર્યું  છે જ્યા પુરુષ અને મહિલાઓ સમાન છે. મહિલાઓને 10 વિભાગોમાં સ્થાઈ કમીશન આપવાનો નિર્ણય સાચી દિશામાં આગળ વધેલું પગલું છે.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં દલીલ રજુ કરતા કહ્યું હતું કે,”સેનામાં વધુ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવનારી જવાન મહિલા અધિકારીઓ પાસેથી કમાંડ લેવા અંગે સહજ નથી,મહિલોની શારીરિક સ્થિતિ,પારિવારિક દાયિત્વ જેવી ઘણી બાબતો તેઓને કમાન્ડિંગ ઓફીસર બનાવવામાં બાધારુપ સાબિત થાય છે.”

ફેબ્રુઆરી વર્ષ 2019મા સરકારએ સેનાએ કુલ 10 વિભાગોમાં મહિલા સેના અધિકારીઓને સ્થાઈ કમીશન આપવાની નીતિ બનાવવામાં આવી છે,જેમાં જ્જ એડવોકેટ,આર્મી એડ્યુકેશન કોર,સિગ્નલ,એન્જિનિયર્સ,આર્મી એવિએશન,આર્મી એર ડિફેન્સ,ઈલેક્ટ્રોનિક્સ મેકેનિકલ એન્જિનિયર,આર્મી સર્વિસ કોર,આર્મી ઓર્ડિનેન્સ અને ઈન્ટેલિજેન્ટનો સમાવેષ થાય છે.કોમેબેટ વિગં એટલે કે સીધી લડાઈ વાળા યુનિટનો પણ સમાવેશ થાય છે.

હાઇકોર્ટના ચૂકાદાના 9 વર્ષ પછી સરકારે ફેબ્રુઆરી 2019માં 10 વિભાગોમાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાની નીતિ બનાવી, પરંતુ કહ્યું હતુ કે, તેનો લાભ માર્ચ 2019 પછીથી સેવામાં આવનાર મહિલા અધિકારીઓને જ મળશે પરંતુ હવે આ લાભ માર્ચ 2019 પહેલાં સેવામાં આવી ચૂકેલી મહિલાઓને પણ મળશે.

મહિલા અધિકારીઓને કાયમી કમીશન આપવાની નવી નીતિમાં બીજી મોટી એક ખામી એ છે કે તેમને ફક્ત કર્મચારીઓની નિમણૂકમાં જ પોસ્ટ્સ આપવી.એટલે કે ફક્ત વહીવટી અને સિસ્ટમ સંબંધિત પદ આપવું, આ રીતે, કાયમી કમીશન મળવા છતાં, મહિલાઓને માપદંડની નિમણૂક અને આદેશ નિમણૂક નહી મેળવી શકે. આદેશની નિમણૂક એટલે કોઈ વિભાગનું નેતૃત્વ કરવાવાળી પોસ્ટ. જ્યારે, માપદંડની એપોઇંટમેન્ટ એ એવી પોસ્ટ્સ છે જ્યાં ડાયરેક્ટ કમાન્ડ ઉપલબ્ધ નથી.

(સાહીન)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.