in , ,

હરેન પંડ્યા હત્યા કેસમાં SCનો ઐતિહાસિક ચુકાદોઃ 7 આરોપીઓને આજીવન કેદની સજા

નવી દિલ્હી : ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના યુવા નેતા હરેન પંડ્યાની અમદાવાદમાં ગોળીમારીને હત્યા કરવાના ચકચારી બનાવમાં સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને જન્મટીપની સજા ફરમાવતો ઐતિહાસિક ચુકાદો જાહેર કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે હરેન પડ્યાં હત્યાકેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના આ ચુકાદા સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી થઈ હતી.

કેસની હકીકત અનુસાર ગુજરાતના પૂર્વ મંત્રી હરેન પંડ્યા ગત 26મી માર્ચ 2003ના રોજ સવારે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાનેથી મોર્નિંગ વોક માટે નીકળ્યાં હતા. તેમની લો ગાર્ડન નજીક ગોળીમારીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી. રાજ્યમાં વર્ષ 2002માં ફાટી નીકળેલા કોમી રમખાણોનો બદલો લેવા માટે તેમની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ કેસમાં રાજ્યની વડી અદાલતે 29મી ઓગસ્ટ 2011ના રોજ તમામ 12 આરોપીઓને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો.

હાઈકોર્ટના આદેશની સામે તપાસનીશ એજન્સી સીબીઆઈ અને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રિમ કોર્ટે 7 આરોપીઓને જન્મટીપની સજા સંભળાવી છે. આ ઉપરાંત સુપ્રિમ કોર્ટે હરેન પંડ્યા હત્યાકાંડની ફરીથી તપાસ કરવાની માંગ કરતી અરજીને નકારી કાઢી હતી. તેમજ અરજી કરનાર એનજીઓને 50 હજારનો દંડ પણ ફટકાર્યો હતો. સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં નોંધ્યું હતું કે, હવે કોઈ અન્ય અરજી પર વિચાર નહિ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગાઝિયાબાદની ચોંકાવનારી ધટનાઃએકજ પરીવારના 5 સભ્યોના મોત

ભારતીય પરંપરા: લાલ બ્રીફકેસમાં નહીં, નિર્મલા સીતારમણ મખમલી લાલ કપડામાં લપેટીને લાવ્યા બજેટ