in ,

સુરતમાં સ્કૂલમાં લાગી આગઃ મોટી દૂર્ઘટના ટળી

સુરતઃ શહેરના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગની દૂર્ઘટનામાં 20થી વધારે વિદ્યાર્થીઓના મોતની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં આજે શહેરના દાંડી રોડ વિસ્તારમાં આવેલી સ્કૂલમાં આગની ઘટના બની હતી. જો કે, સદનસીબે શાળા શરૂ થાય તે પહેલા આ બનાવ બન્યો હોવાથી મોટી દૂર્ઘટના ટળી હતી. સુરતમાં આગકાંડ બાદ તંત્ર દ્વારા સ્કૂલ અને ટ્યુશન કલાસીસમાં ફાયર સફ્ટી સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી હતી. તેમ છતા તક્ષશિલામાં આગની ઘટના બાદ બે સ્કૂલમાં આગ લાગી છે. જેથી તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર જ કામગીરી કરી હોય તેમ લાગી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આગકાંડની ઘટના બાદ હરકતમાં આવેલા તંત્ર દ્વારા સ્કૂલ અને ટ્યુશન કલાસીસમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામાં આવી હતી. તેમજ ફાયરની એનઓસી ફરજિયાત કરવામાં આવી હતી. દરમિયાન આજે સુરત શહેરના દાંડી રોડ ઉપર આવેલી હિન્દી માધ્યમ શાળામાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સ્કૂલ શરૂ થાય તે પહેલાં જ આગ લાગતા ફાયર બ્રિગેડને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી હતી, અને મોટી દુર્ઘટના બનતી રોકાઇ હતી. આગ લાગી ત્યારે વિદ્યાર્થીઓ શાળાની બહાર જ હતા જેથી કોઇ જાનહાનિ થઇ નહોતી. શાળાનું સમારકામ શરૂ હોવાથી શાળાની બહાર વિદ્યાર્થીઓ હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડ દ્વારા શાળાને સીલ કરવામાં આવી છે. તેમજ જ્યાં સુધી ફાયર NOC નહીં મળે ત્યાં સુધી શાળામાં શિક્ષણ કાર્ય બંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ એક સ્કૂલમાં આગ લાગી હતી. ત્યારે આજે ફરી અન્ય સ્કૂલમાં આગ લાગી છે. ત્યારે આગકાંડ લઈને તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી છતા ગણતરીના દિવસોમાં જ બે સ્કૂલમાં આગની ઘટના બનતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વાવાઝોડાની શકયતાને પગલે સ્થળાંતર કરાયેલા લોકોને સરકાર ચૂકવશે સહાય

પુલવામામાં સુરક્ષાદળોએ ઠાર કર્યા બે આતંકી, હિઝબુલના ડેપ્યુટી ચીફને પણ ઘેર્યો