1. Home
  2. ગુજરાતી
  3. બિહારના પૂર્ણિયામાં સુશાંતસિંહને અનોખી શ્રદ્ધાંજલિ, રોડનું નામ સુશાંતસિંહના નામે રખાયું
બિહારના પૂર્ણિયામાં સુશાંતસિંહને અનોખી શ્રદ્ધાંજલિ, રોડનું નામ સુશાંતસિંહના નામે રખાયું

બિહારના પૂર્ણિયામાં સુશાંતસિંહને અનોખી શ્રદ્ધાંજલિ, રોડનું નામ સુશાંતસિંહના નામે રખાયું

0

દિલ્હીઃ બોલિવુડના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપુતે એક મહિના પહેલા મુંબઈમાં પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. સુશાંતસિંહની અદભૂત એક્ટિંગને ક્યારે ભુલી શકાશે નહીં. બીજી તરફ હજુ પણ તેમના ચાહકોને વિશ્વાસ નથી થતો કે સુશાંતસિંહ આપણી વચ્ચે નથી. દરમિયાન સુશાંતના વતન બિહારના પૂર્ણિયામાં એક રોડનું નામ સુંશાતસિંહના નામે આપવામાં આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

બોલિવુડના નાયક સુશાંતસિંહના આત્મહત્યા કેસની પોલીસ તપાસ કરી રહ્યાં છે. બીજી તરફ તેમના ફેન્સ સોશિયલ મીડિયામાં સુશાંતસિંહના ફોટા અને વીડિયો સતત શેર કરી રહ્યાં છે. આ દરમિયાન ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બિહારના પૂર્ણિયામાં એક રોડનું નામ સુશાંત સિંહના નામે રાખવામાં આવ્યું સામે આવ્યું છે. આ વીડિયોને જોઇ ફરી એકવાર તેમના ફેન્સ ભાવુક થયા છે અને ટ્વિટર તેમને ફરી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

સુશાંતસિંહ રાજપુત મૂળ પૂર્ણિયાના મલડીહા ગામના રહેવાસી હતા. મહાપૌર સવિતા દેવીએ કહ્યું હતું કે, સુશાંતસિંહ એક મહાન કલાકાર હતા, અને રોડનું નામ બદલવું અને ગોળ ચક્કર તેમને શ્રદ્ધાંજલિ આપવાની રીત છે. મધુબનીથી માતા ચૌક સુધી જનાર રોડને હવે સુશાંત સિંહ રાજપૂત રોડ કહેવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.