1. Home
  2. ગુજરાતી
  3. તો શું હવે 31 જુલાઈના રોજ વિદ્યા બાલનની શકુંતલા દેવી પણ એમેઝોન પ્રાઈમ પર રિલિઝ થશે
તો શું હવે 31 જુલાઈના રોજ  વિદ્યા બાલનની શકુંતલા દેવી  પણ એમેઝોન પ્રાઈમ પર રિલિઝ થશે

તો શું હવે 31 જુલાઈના રોજ વિદ્યા બાલનની શકુંતલા દેવી પણ એમેઝોન પ્રાઈમ પર રિલિઝ થશે

0
  • ગુલાબો સિતાબો પછી વિદ્યા બાલનની શકુંતલા દેવી થશે રિલીઝ
  • વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’ એમેઝોન પ્રાઇમ વીડિયો પર થશે રિલીઝ
  • આ ફિલ્મ 31 જુલાઈ 2020 ના રોજ રિલીઝ થઈ શકે છે
  • ફિલ્મના ડાયરેક્ટર કે કાસ્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી

લોકડાઉનના કારણે સિનેમાઘર બંધ છે, એવામાં ફિલ્મેકર્સનો ટ્રેન્ડ ધીરે ધીરે ઓટીટી પ્લેટફોર્મ તરફ આગળ વધી રહ્યો છે. શુજિત સરકારની ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ આજે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ છે. હવે ટૂંક સમયમાં વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે. બોલિવૂડ હંગામાના એક સોર્સ એ જણાવ્યું કે, આ ફિલ્મ 31 જુલાઈ 2020 ના રોજ રિલીઝ થઈ શકે છે. જોકે, ફિલ્મના ડાયરેક્ટર કે કાસ્ટ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ ફિલ્મમાં વિદ્યા હ્યુમન કમ્પ્યુટર ગણવામાં આવતા ગણિતશાસ્ત્રી શકુંતલા દેવીની ભૂમિકામાં જોવા મળશે.

આ ફિલ્મ અગાઉ 8 મે 2020 ના રોજ થિયેટરોમાં રિલીઝ થવાની હતી. પરંતુ તે પછી કોરોના વાયરસને કારણે લોકડાઉન લાગુ થયું હતું અને ‘શકુંતલા દેવી’ સહિત ઘણી ફિલ્મોની રિલીઝ પર રોક લગાવવામાં આવી હતી. થોડા દિવસો પહેલા વિદ્યા બાલને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી હતી કે આ ફિલ્મ ટૂંક સમયમાં એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે. જોકે, ત્યારબાદ તેણે રિલીઝની તારીખ વિશે માહિતી આપી નહોતી. જો આ ફિલ્મ 31 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે, તો વિદ્યાના ચાહકોએ ઓછામાં ઓછા દોઢ મહિના સુધી રાહ જોવી પડશે.

તમને જણાવી દઈએ કે શકુંતલા દેવી અને ગુલાબો સિતાબો સિવાય જાહ્નવી કપૂરની ‘ગુંજન સક્સેના’ પણ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. જોકે ‘ગુંજન સક્સેના’ એમેઝોન પ્રાઈમ વીડિયો પર નહીં પણ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ ડેટનું એલાન હજુ સુધી કરવામાં આવ્યું નથી.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.