HEALTHCAREImportant StoriesNATIONAL

દિલ્હી: સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર આજથી ખુલ્યું, આ નિયમો-સાવચેતી સાથે મળશે પ્રવેશ

  • દિલ્હીમાં અક્ષરધામ મંદિરના દરવાજા આજથી ભક્તો માટે ખુલ્યા
  • સરકારના નિયમોના પાલન સાથે ભક્તો કરી શકશે દર્શન
  • ભક્તો સાંજના 5:00 થી 6:30 વાગ્યાની વચ્ચે જ મંદિરમાં પ્રવેશ કરી શકશે

અમદાવાદ: કોરોના વચ્ચે વિશ્વ પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરના દરવાજા આજે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. હવે કોરોનાના વધતા જતા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં આર્થિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે દેશભરમાં વ્યવસ્થિત રીતે શરૂ થઈ રહી છે. દિલ્હીના અક્ષરધામ મંદિરના 6 મહિનાથી બંધ રહેલા દરવાજા આજથી ભક્તો માટે ખોલવામાં આવ્યા છે.

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને 24 માર્ચે દેશભરમાં લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી, જેમાં તમામ જાહેર સ્થળો બંધ કરાયા હતા. જેમાં અક્ષરધામ મંદિર પણ બંધ કરાયું હતું. પરંતુ હવે લગભગ સાડા છ મહિનાના લાંબા ગાળા પછી તેના દરવાજા ભક્તો માટે આજથી ખોલવામાં આવ્યા છે. જો કે, લોકોએ મંદિર પરિસરમાં પ્રવેશવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.

મંદિરમાં પ્રવેશ માટે કરવું પડશે નિયમોનું પાલન

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવશે. ભક્તોએ મંદિરમાં પ્રવેશ માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. મંદિરમાં ફક્ત એ લોકો જ પ્રવેશી શકે છે જેમને માસ્ક પહેરી રાખ્યું હોય અને જેનું થર્મલ સ્ક્રિનિંગમાં તાપમાન સામાન્ય હશે. આ સાથે ભક્તોએ તેમની સાથે સેનિટાઇઝર રાખવું જરૂરી બનશે. કોરોના સંક્રમણને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પણ કડક પાલન કરવું પડશે.

અક્ષરધામ મંદિરમાં પ્રવેશવાનો સમય પણ બદલાયો છે. મળતી માહિતી મુજબ ભક્તો સાંજના 5:00 થી 6:30 વાગ્યાની વચ્ચે જ મંદિરમાં પ્રવેશ કરી શકશે. સાડા છ વાગ્યા પછી મંદિર પરિસરમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત રાત્રે 8: 15 વાગ્યા સુધીમાં મંદિર બંધ થઈ જશે, એટલે કે નિર્ધારિત સમયમાં દર્શન કરીને ભક્તોને બહાર આવવું પડશે.

_Devanshi

Related posts
NATIONALગુજરાતી

આજે પેટ્રોલ-ડિઝલના ભાવમાં નોંધાયો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો વધારો 48 દિવસની સ્થિરતા બાદ આજે ભાવ ઉચકાયા દિલ્હીઃ- ઓઈલ કંપનીઓ દ્વારા હવે ફરી એક વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં…
EnglishHEALTHCAREINTERNATIONAL

Everybody in the UK have to stay alert after end of the complete stay-at-home lockdown: UK Government

New Delhi: Government of the United Kingdom (UK) is going end the complete stay at home lockdown on December 2. To stop…
NATIONALગુજરાતી

દિલ્હીમાં પ્રદુષણના કારણે વધ્યો કોરોનાનો મૃત્યું આંક -મૃત્યુ દરમાં 3 ટકાનો વધારો

દિલ્હીમાં પ્રદુષણના કારણે વધ્યો કોરોનાનો મૃત્યું આંક કોરોનાના કારણે મૃત્યુ દરમાં  3 ટકાનો વધારો દિલ્હીઃ- કોરોના મહાનમારીમાં થયેલા વધારામાં વાયુ પ્રદૂષણને મફેલાવવામાં…

Leave a Reply