in , ,

રથયાત્રામાં દેશ ભક્તિના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

અમદાવાદ: અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યા છે. રથયાત્રામાં 100 જેટલી શણગારે ટ્રકો જોડાઈ હતી. આ રથયાત્રામાં દેશ ભક્તિના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું છે.

જગન્નાથજીની મંદિરમાં વહેલી સવારે થયેલી મંગળા આરતીમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર ભાગ લીધો. સવારે ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો, જેમાં 2500 કિલો ચોખા, 152 ડબ્બા ઘી, 600 કિલો દાળ અને 1400 કિલો ડ્રાયફ્રુટનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીએ પહિંદી વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, ત્યારબાદ જગતના નાથ નગરચર્યાંએ નીકળ્યાં છે. રથયાત્રામાં 101 ટ્રકો જોડાઈ છે. જેમાં વિવિધ ટેબ્લો ઉભા કરાયા છે.  રથયાત્રામાં શણગારાયેલા 16 ગજરાજ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રથયાત્રામાં અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળ્યા છે. જેમાં દેશભક્તિને લગતો ટેબ્લો મુખ્ય આકર્ષણ બન્યો છે. 

આ ટેબલો પર વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર લગાવાઈ છે, જેના થકી રાષ્ટ્રભાવનાનો મેસેજ આપવામાં આવ્યો છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો પણ લગાવવામાં આવી છે. આ ટેબલોમાં બેસેલા બાળકોએ ભારતીય સેના અને આર્મીનો પહેરવેશ પહેર્યો છે. તો એક બાળકે અભિનંદનની જેમ મૂંછો રાખી છે. રથયાત્રામાં જોડાયેલ ટેબ્લોમાં ગૃહમંત્રી અમિત શાહના પણ કટઆઉટ લગાવવામાં આવ્યા છે. અલગ અલગ ગ્રૂપના લોકો પોતાના ટેબલો સાથે રથયાત્રામાં જોડાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અમદાવાદમાં પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં

મુખ્યમંત્રી રૂપાણીએ પહિંદ વિધી કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ