1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરમાં કેટલાક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવાની માગ સાથે રેલી યોજાઈ

ભાવનગરઃ શહેરના કેટલાક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા યેનકેન પ્રકારે મિલ્કતો ખરીદવામાં આવતી હોવાથી શહેરના અમુક વિસ્તારોમાં અશાંતો ધારો લાગુ કરવાની જરુરિયાત હોવાની માગ સાથે અશાંતધારા નાગરિક સમિતિ દ્વારા  રેલી યોજવામાં આવી હતી. અને ભાવનગર કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલ્કત પ્રોપર્ટી ઉંચા ભાવે ખરીદી આખા એરીયાઓ પર […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીની બમ્પર આવક, ઓછો ભાવ મળતો હોવાની ખેડુતો નારાજ

ભાવનગરઃ શહેરના માર્કેટ યાર્ડમાં રવિ સીઝનના પાકની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં લાલ ડુંગળીની બમ્પર આવક શરૂ થઈ છે.સરેરાશ 38 હજાર થેલા (બોરી) લાલ ડુંગળીની આવક શરૂ થઇ ગઇ છે, જો કે ખેડૂતોને હજી 20 કિલોએ માત્ર રૂા.100થી રૂ.329 જેવો ભાવ મળતો હોય ખેડૂતોને  નુકશાની વેઠવી પડી રહી છે.  અને લાલ ડુંગળીના પોષણક્ષમ ભાવ […]

ભાવનગરના અલંગ શીપબ્રેકિંગ યાર્ડમાં લોખંડની પ્લેટો દરિયામાં મુકીને કરાતા દબાણથી જીવસૃષ્ટિને ખતરો,

ભાવનગરઃ અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં શિપબ્રેકરો દ્વારા  દરિયામાં લોખંડની પ્લેટો નાખી દરિયો પુરવાનું ગેરકાયદે કૃત્ય થઈ રહ્યુ હોવાથી દરિયાઈ જીવજંતુઓ પર મોટો ખતરો ઊભો થયો છે. આ અંગે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તાત્કાલિક પગલા ભરી દરિયામાં થઈ રહેલું દબાણ દૂર કરવામાં આવે તેવી પર્યાવરણ પ્રેમીઓએ માંગણી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર નજીક આવેલા અલંગ શિપબ્રેકીંગ […]

ભાવનગરના સિહોરના ડુંગરાળ વિસ્તારોમાં ચાલી રહેલું બેરોકટોક ખનન સામે વિરોધ

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેર અને તેની આસપાસ ડુંગરોની હારમાળી છે. આ વિસ્તારના ડુંગરોમાં ગેરકાયદે બેરોકટોક ખનન પ્રવૃતિ ચાલી રહી છે. ફોરેસ્ટ વિભાગ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. સિહોર શહેરની નજીક ડુંગર નજીક લીલા વૃક્ષો કાપીને ખનન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખનનની પ્રવૃતિ તાકિદે અટકાવવાની માગ ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]

ભાવનગરમાં રાજકીય નેતાગીરીની નિષ્ક્રિયતાને લીધે લાંબા અંતરની ટ્રેનોનો લાભ ન મળતો નથી

ભાવનગરઃ રાજ્યમાં અન્ય મહાનગરોની તુલનાએ ભાવનગરનો વિકાસ થયો નથી. જેમાં ભાવનગર શહેર અને જિલ્લાની નેતાગીરી જવાબદાર છે. ભાવનગરને રેલવે દ્વારા પણ અન્યાય થઈ રહ્યો છે. લાંબા રૂટ્સની ટ્રેનો નથી, બોટાદ અમદાવાદ વચ્ચે બ્રોડગેજનું રૂપાંતર થયા બાદ આ રૂટ્સ પર ભાવનગર-અમદાવાદની સીધી ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ભાવનગરથી અમદાવાદ જતા ટ્રેનો વાયા સુરેન્દ્રનગરથી દોડતી હોવાથી વધુ […]

ભાવનગરમાં ઠંડીને લીધે તાવ-શરદી અને ઉધરસના 1000 કેસ નોંધાયા, ખાનગી દવાખાનામાં પણ લાઈનો

ભાવનગરઃ ગોહિલ પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુ છે. ટાઢાબોળ પવન ફૂંકાવાનો આરંભ થઇ ગયો છે ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લાં 15 દિવસમાં તાવ, શરદી, ઉધરસના કુલ એક હજારથી વધુ દર્દીઓ નોંધાયા છે.  આ શહેરના 14 આરોગ્ય કેન્દ્રના આંકડા છે, જ્યારે ખાનગી દવાખાનાઓમાં પણ દર્દીઓની લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં પ્રથમ મિશ્ર ઋતુ અને હવે કડકડતી […]

ભાવનગરમાં છેલ્લા બે વર્ષથી ચાલતું ઓવરબ્રિજનું કામ 40 ટકા જ પૂર્ણ થયુ, મંથરગતિએ ચાલતી કામગીરી

ભાવનગરઃ શહેરમાં મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે રૂપિયા 115 કરોડના ખર્ચે છેલ્લા બે વર્ષથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. હજુ 40 ટકા કામ માંડ પૂર્ણ થયું છે. 60 ટકા કામ બાકી છે. કામ ક્યારે પૂર્ણ થશે તો કોઈ કહી શકતું નથી. આરટીઓ સર્કલથી બન્ને બાજુ પતરાની દીવાલો ઊભી કરી દેવાતા ટ્રાફિક […]

ચીનથી પરત ફરેલા ભાવનગરના વેપારીને કોરોના પોઝિટિવ, ક્વોરન્ટાઈન કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરાયું

ભાવનગરઃ ગુજરાતમાં કોરોનાકાળના બે વર્ષ દરમિયાન લોકોએ ઘણીબધી યાતનાઓ વેઠવી પડી હતી.કોરોનાનો કપરો કાળ પૂર્ણ થતાં જનજીવન પણ રાબેતા મુજબનું બની ગયું છે. પરંતુ લોકોમાં હજુ કોરોનાનો ડર ઓછો થયો નથી. હાલ ચીનમાં કોરોનાએ  હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યાંથી જ પરત ફરેલા ભાવનગરના એક વેપારીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. ચીનથી […]

ભાવનગરના સિહોરમાં છેલ્લા એક મહિનાથી તરખાટ મચવતો દીપડો આખરે પાંજરે પુરાયો

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેર અને ગ્રામ્ય વિસ્તારોની ડુંગરમાળામાં  છેલ્લા એક મહિનાથી દીપડાના આંટાફેરાને લઇને લોકોમાં ભારે ફફડાટ ઊભો થયો હતો દીપડો સિહારના પાદરમાં આવીને પશુઓનો શિકાર કરતો હતો. તેમજ ડુંગર પર આવેલા સિહોરી માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે જતા લોકો દીપડાંના ભયને લીધે ડર અનુભવતા હતા. તેથી દીપડાને પાંજરે પુરવા માટેની વન વિભાગને રજુઆત કરવામાં […]

ભાવનગરમાં એરપોર્ટ જેવું એસટી બસ સ્ટેન્ડ બનાવ્યા બાદ પ્રવાસીઓની મુશ્કેલી વધી

ભાવનગરઃ રાજ્યના એસ.ટી. બસસ્ટેન્ડોનું નવ નિર્માણ કરી એરપોર્ટ જેવા બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગરના સેન્ટ્રલ એસ.ટી. બસસ્ટેન્ડનું પણ થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયુ હતુ અને મુસાફરોને એરપોર્ટ જેવુ બસ સ્ટેન્ડ મળ્યુ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ ભાવનગરનું નવ નિર્મિત એસટી બસ સ્ટેન્ડ પ્રવાસીઓને સુવિધાને બદલે દુવિધા ઊભી કરી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code