1. Home
  2. Tag "Cmo"

કોરોનાને લીધે શ્રમિકોએ વતનની વાટ પકડતા તેમને રોકવા માટે ઉદ્યોગકારોએ પ્રયાસો શરૂ કર્યા

અમદાવાદઃ ગુજરાતભરમાં  ફરીથી  કોરોનાના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઈ રહ્યો છે. તેથી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ  ગુજરાતથી પોતાના માદરે વતન તરફ જઈ રહ્યા છે. મોટા પ્રમાણમાં શ્રમજીવીઓની શરૂ થયેલી હિજરતને કારણે ગુજરાતના ઉધોગપતિઓ ચિંતાતુર બન્યા છે. ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ કોરોના કાબુમાં નહીં આવતા લૉકડાઉન આપવામાં આવે તો ફસાઈ જવાના ડરે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રમજીવીઓ […]

રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક ખેતી જ મજબૂત વિકલ્પ છેઃ રાજ્યપાલ

ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભૂમિ સુપોષણ અને સંરક્ષણ હેતુ રાષ્ટ્ર સ્તરીય જન અભિયાનનો ગુજરાતમાં રાજભવન ખાતેથી શુભારંભ કરાવતા જણાવ્યું હતું કે, રાસાયણિક કૃષિને કારણે પ્રકૃતિનુ સંતુલન બગડયું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જળ-જમીન, પર્યાવરણ દૂષિત થયા અને ઝેરયુક્ત ખાદ્યાન્નોના કારણે માનવ સ્વાસ્થ્ય સામે ખતરો પેદા થયો છે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક […]

ગુજરાત સરકારે કોરોનાને નાથવા કેન્દ્ર સરકાર પાસે માગી મદદઃ 1000 વેન્ટીલેટરની માંગણી

કોરોનાને નાથવા સરકારે તૈયાર કર્યો એકશન પ્લાન તમામ જિલ્લામાં વેન્ટીલેટર પુરા પાડવામાં આવશે અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. તેમજ પ્રજાને માસ્ક અને સામાજીક અંતર સહિતની સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. બીજી તરફ હોસ્પિટલોમાં વેન્ટીલેટરની અછત […]

ગુજરાતમાં લગ્ન પ્રસંગ અને અંતિમવિધી સિવાયના મેળાવડા ઉપર પ્રતિબંધ મુકોઃ હાઈકોર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હાઈકોર્ટે આ પરિસ્થિતિમાં સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગ્ર અને અંતિમવિધી સિવાયના તમામ મેળાવડા ઉપર પ્રતિબંધ મુકવા માટે હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો છે. લગ્ન પ્રસંગમાં 100ને બદલે માત્ર 50 લોકોને મંજૂરી આપવા તાકીદ કરી છે. રાજ્યની વડી અદાલતે રેમડેસિવિર ઈન્જેક્શનથી […]

અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં વેપારીઓનો સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય

2200થી વધારે દુકાનો અને એકમો બંધ કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અમદાવાદ સહિત 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ અનેક નાના શહેરો અને ગામમાં સ્વયૂંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના સાયન્સ સિટી […]

ગુજરાતમાં અનેક ગામો અને શહેરોમાં સ્વયંભૂ બંધ અને વીકએન્ડ લોકડાઉન

કોરોનાનું સંક્રમણ અટકાવવા હવે પ્રજાનો નિર્ણય સરકારે પણ જનતાને નિર્ણયને આવકાર્યો અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા હાઈકોર્ટે તાજેતરમાં સંક્રમણ અટકાવવા માટે વીકએન્ડ લોકડાઉન અંગે સરકારને સૂચન કર્યું હતું. જેથી સરકારે નિયંત્રણો વધારે લગાવીને સંક્રમણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું કે, રોજ કમાઈ ખાનાર લોકોનુ ચિંતા સરકારે કરી છે. […]

દેશના અનેક રાજ્યોમાં સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના પ્રમોટ કરવાનો નિર્ણયઃ ગુજરાતમાં  માસ પ્રમોશનની માંગણી

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેથી ફરીથી સ્કૂલો બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ સ્કૂલના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના જ પ્રમોટ કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ ગુજરાતમાં પણ કોરોના કેસ વધી રહ્યાં છે. જેથી ચિંતાતુર વાલીઓએ […]

કોરોનાનો કહેરઃ સરકારી કચેરીઓ રોટેશન મુજબ રાખવા એસોની મુખ્યમંત્રીને રજુઆત

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેમાં અનેક સરકારી કર્મચારીઓ પણ સક્રમિત ખયા છે. ત્યારે સરકારી કચેરીઓમાં ઈમરજન્સી સિવાયના તમામા વિભાગો બંધ રાખવા ગુજરાત સચિવાલય સેકશન અધિકારી એસોસીએશને મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી છે રાજ્યમાં કોરોનાના કેસોમાં તબક્કાવાર વધારો થતો જાય છે. સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં હાઉસફૂલના પાટીયાં ઝુલી રહ્યા છે. ચારેકોર […]

રાજ્યના આઠ મ્યુનિ.કોર્પોરેશનને શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડ ફાળવાયા

અમદાવાદઃ મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશનોને કોરોનાને લીધે ખર્ચ વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ સહિત 8 મ્યુનિ.કોર્પોરેશનને  સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડની ગ્રાંટ ફાળવી દીધી છે.  ઉપરાંત જામનગરને ઐતિહાસિક ભૂજિયા કોઠોની મરામત માટે રૂ. 10 કરોડની વધારાની ગ્રાંટ પણ ચુકવવામાં આવી હોવાનું ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર […]

રાજ્યમાં રેમડેસિવીર ઈન્જેક્શનનો પુરતા જથ્થો ઉપલબ્ધ છે, સરકાર 800-900માં ઉપલબ્ધ કરાવશેઃ નીતિન પટેલ

ગાંધીનગર :  રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારે પણ કોરોનાના સંક્રમણને નાથવા અનેક પગલા લીધા છે સરકાર દ્વારા દરરોજ કોર ગૃપની  મળે છે, જેમાં સ્થિતિના સમિક્ષા કરીને  સતત રિવ્યૂ કરાય છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં જે વ્યવસ્થા પહેલા હતી, તે યથાવત કરી દેવામાં આવી છે. પહેલા કેસ ઘટી ગયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code