1. Home
  2. Tag "Gujarati Headlines"

દક્ષિણ બ્રાઝિલમાં ‘ફંગ-વોંગ’ સુપર વાવાઝોડાએ તબાહી મચાવી

દક્ષિણ બ્રાઝિલના પરાના રાજ્યમાં ભારે પવન અને ભારે વરસાદ સાથે આવેલા ‘ફંગ-વોંગ’ વાવાઝોડાએ તબાહી મચાવી હતી. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. રિયો બોનિટો દો ઇગુઆકુ શહેરમાં સૌથી વધુ નુકસાન થયું છે. અડધાથી વધુ ઘરોની છત પડી ગઈ છે, ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે, રસ્તાઓ બ્લોક થઈ ગયા છે અને […]

દેશમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, ગુજરાત ATS એ ISIS ના 3 આતંકવાદીઓની ધરપકડ કરી

ગાંઘીનગર: ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS) ને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. પોલીસે ગાંધીનગરના અડાલજથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ત્રણેય શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ISIS સાથે પણ જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે.’ ગુજરાતના આતંકવાદ વિરોધી ટુકડી (ATS) ને અડાલજમાં આતંકવાદી કાવતરું હોવાની માહિતી મળી હતી. ગુપ્ત માહિતીના આધારે, ATS […]

બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમના અધિકારીઓએ અશ્લિલ અયોગ્ય પ્રસ્તાવ મુક્યો હોવાનો મહિલા ખેલાડીનો દાવો

બાંગ્લાદેશ મહિલા ક્રિકેટમાં એક મોટો વિવાદ સર્જાયો છે. ટીમની અનુભવી ફાસ્ટ બોલર જહાનારા આલમે વર્ષો સુધી ચાલતા મૌનને તોડીને ચોંકાવનારો ઘટસ્ફોટ છે, જેના કારણે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)માં ખળભળાટ મચી ગયો છે. જહાનારાનો આરોપ છે કે, ટીમ મેનેજમેન્ટના કેટલાક સભ્યો વર્ષોથી તેમના સાથે અપમાનજનક વર્તન, અયોગ્ય પ્રસ્તાવ અને માનસિક ત્રાસ આપતા હતા. જહાનારાએ જણાવ્યું કે, […]

પ્રધાનમંત્રી 9 નવેમ્બરે દહેરાદૂનની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ બપોરે લગભગ 12:30 વાગ્યે દહેરાદૂનની મુલાકાત લેશે અને ઉત્તરાખંડ રાજ્યની સ્થાપનાની રજત જયંતિની ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડશે અને આ પ્રસંગે સભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રી રૂ. 8,140 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે જેમાં રૂ. […]

સાંજની નાની ભૂખ માટે સ્વાદિષ્ટ વિકલ્પ: બેસન કટોરી ચાટની ઘરગથ્થું રેસીપી લોકપ્રિય

ભારતીયો ખાવાના શોખીન તરીકે જાણીતા છે. સવારે અને રાત્રિના મુખ્ય ભોજન વચ્ચે સાંજના સમયે નાની ભૂખ લાગે છે, ત્યારે મોટાભાગના લોકો સ્ટ્રીટ ફૂડ તરફ દોડે છે. પરંતુ આ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એવા સમયે જો તમે સ્વાદ સાથે હેલ્ધી વિકલ્પ શોધી રહ્યાં હો, તો બેસન કટોરી ચાટ એક ઉત્તમ પસંદગી બની […]

ભારત-ઓસ્ટ્રેલિયાની પાંચમાં ટી-20 મેચ વરસાદને કારણે રદ, ભારત 2-1થી સીરિઝ જીત્યું

નવી દિલ્હીઃ બ્રિસ્બેનમાં રમાઈ રહેલી પાંચમી ટી20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. આમ ભારત આ સીરિઝ 2-1થી જીતી ચુક્યું છે. ગૌત્તમ ગંભીર અને સૂર્યકુમાર યાદવની જોડીએ 5મી ટી20 સીરિઝ જીતી છે. ટી20 વિશ્વ કપ 2024 બાદ ગૌત્તમ ગંભીરને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. વર્લ્ડ કપ જીત્યા બાદ રોહીત શર્મા અને કોહલીએ નિવૃત્તિ […]

તુર્કીમાં એક પરફ્યુમ ડેપોમાં ભીષણ આગ લાગતાં 6 લોકોના મોત

નવી દિલ્હી: ઉત્તરપશ્ચિમ તુર્કીમાં સવારે ભીષણ આગ લાગી હતી, જેમાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. દાઝી જવાથી 6 લોકોના મોત થયા છે, અને એકની હાલત ગંભીર છે. આ ઘટના તુર્કીના કોકેલી પ્રાંતમાં બની હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક સમય મુજબ સવારે 9 વાગ્યે કોકેલીમાં એક પરફ્યુમ ડેપોમાં આગ […]

મધ્યપ્રદેશના ગુનામાં ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત, ચાર ઘાયલ

નવી દિલ્હી: મધ્યપ્રદેશના ગુનામાં એક માર્ગ અકસ્માત થયો. બાયપાસ પર RTO ઓફિસની સામે ઉત્તર પ્રદેશના એક પરિવારની કારને ટ્રકે ટક્કર મારતા બે લોકોના મોત થયા અને ચાર લોકો ઘાયલ થયા. કારમાં સવાર લોકો મહાકાલના દર્શન કરવા જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું કે મધ્યપ્રદેશના ગુના બાયપાસ પર ઉત્તર પ્રદેશથી એક પરિવારને લઈ જઈ રહેલી કારને ટ્રકે […]

ભારતના ચૂંટણી પંચે ગુજરાતમાં ચાલી રહેલા SIRની કરી સમીક્ષા

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાની સમીક્ષા કરવા ભારતના ચૂંટણી પંચના નિયામક શુભ્રા સક્સેના અને સચિવ બિનોદ કુમારે ગાંધીનગર ખાતેથી બેઠક યોજી હતી. આ બેઠકમાં SIR પ્રક્રિયાની પ્રગતિની વિગતો આપતાં […]

વાવાઝોડા મેલિસા કેરેબિયનમાં 75થી વધુના મોત, 50 લાખ લોકો થયા પ્રભાવિત

નવી દિલ્હી: વાવાઝોડા મેલિસાએ અત્યાર સુધીમાં ક્યુબા, હૈતી અને જમૈકામાં લગભગ 75 લોકો માર્યા ગયા છે અને લગભગ 50 લાખ લોકોને અસર કરી છે. વાવાઝોડાને ત્રાટક્યાને એક અઠવાડિયા થઈ ગયો છે. યુએનના પ્રવક્તા ફરહાન હકે જણાવ્યું હતું કે વાવાઝોડાએ 770,000 થી વધુ લોકોને તેમના ઘર છોડવા મજબૂર કર્યા છે અને હજારો ઘરો, શાળાઓ અને હોસ્પિટલોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code