1. Home
  2. Tag "pakistan"

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં પાકિસ્તાને ભારત વિરોધમાં દુષપ્રચાર ફેલાવ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતિઓ ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની વાત જગજાહેર છે અને દુનિયાના અનેક દેશોએ આ મામલે પાકિસ્તાનને ટકોર કરી છે પરંતુ અત્યાચારના બનાવો અટકાવવાના બદલે દેશ-દુનિયામાં ભારતની વિરોધમાં દુષપ્રચાર કરવાની તક ગુમાવતું નથી. પાકિસ્તાનના રાજકારણીઓ ઇસ્લામોફોબિયા પર વિશ્વને જ્ઞાન આપી રહ્યા છે. ન્યૂયોર્કમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન […]

પાકિસ્તાનમાં મહિલાઓ હવે પતિ-સાસરિયાના ત્રાસનો કરી રહી છે વિરોધ, છૂટાછેડાના કેસમાં વધારો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં થયેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. હવે પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ છૂટાછેડા લઈ રહી છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, મહિલાઓ હવે વધુ સશક્ત બની રહી છે. લગ્ન પછી મહિલાઓ હવે પોતાનું અપમાન સહન કરતી નથી. પાકિસ્તાનમાં મહિલાઓ છૂટાછેડા માટે અરજી કરી શકતી નથી, પરંતુ તેઓ પતિની સંમતિ […]

વિનાશક પૂરની તબાહી બાદ પાકિસ્તાનમાં હવે આ વાતનો ખતરો,WHOએ આપી ચેતવણી

દિલ્હી:વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ વિનાશક પૂરના પગલે પાકિસ્તાનમાં પાણીજન્ય રોગો ફાટી નીકળવાની આશંકા વ્યક્ત કરી છે. WHOના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયસસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,પાકિસ્તાનના પૂર પ્રભાવિત વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને તેનાથી કોલેરા અને અન્ય બીમારીઓ થઈ શકે છે. WHOએ પાકિસ્તાનના પૂરથી […]

મિત્ર દેશો પણ પાકિસ્તાનને કટોરો લઈને ફરતા ભીખારી દેશ તરીકે જોવે છેઃ શહબાઝ શરીફ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે. તેમજ પૂરને કારણે હાલ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી છે. આર્થિક મુશ્કેલીમાંથી નીકળી રહેલા પાકિસ્તાનને અગાઉ ચીન સહિત દુનિયાના અનેક દેશોએ આર્થિક મદદ કરી છે. દરમિયાન વડાપ્રધાન શહબાઝ શરીફે મિત્ર દેશ પણ પાકિસ્તાનને પૈસાની ભીખ માંગતા દેશ તરીકે ઓળખતા હોવાનું ચોંકાવનારુ નિવેદન કર્યું છે. […]

મૌલાના મસૂદ અઝહર મુદ્દે પાકિસ્તાનના જુઠ્ઠાણાને અફઘાનિસ્તાને દુનિયા સામે ખુલ્લુ પાડ્યું

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી હુમલાના અનેક કેસમાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં હોવાનું જણાવીને પાકિસ્તાને પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનના જુઠ્ઠાણાને દુનિયાની સામે ખુલ્લા પાડ્યાં છે. મોસ્ટ વોન્ડેટ આતંકવાદી મૌલાના મસૂદ અઝહર પોતાની ઘરતી ઉપર હાજર હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો હતો. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે જૈશ-એ-મોહમ્મદ […]

આંતકની ફેકટરી ચલાવતું પાકિસ્તાન માનવાધિકારની વાત કરે તે માત્ર દેખાડો છે, UNHRCમાં ભારતનો પાક.ને આકરો જવાબ

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે કહ્યું કે, પાકિસ્તાન યુએનની યાદીમાં સામેલ આતંકવાદીઓને આશ્રય આપે છે, આમ આતંકવાદની ફેક્ટરીઓ ચલાવતુ પાકિસ્તાન ભારતીય લોકોના માનવાધિકારો વિશે ચિંતા વ્યક્ત કરે તે છેતરપિંડી સમાન છે. પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. આવી સ્થિતિમાં માનવાધિકાર પરિષદ તેની શક્તિઓનો ઉપયોગ કરે […]

જ્યારે સંકટ આવે ત્યારે જે બચાવે તે ભગવાન,જુઓ આ રહ્યું તેનું ઉદાહરણ

પાકિસ્તાનમાં ભલે હિન્દુઓ સાથે અત્યાચાર અને બળજબરી થતી હોય, પણ ઉદાર હ્યદયના હિન્દુઓએ અત્યારે જે કર્યું છે તેની પાકિસ્તાન તથા તમામ લોકોએ નોંધ લેવી જોઈએ. આપણને સૌને ખબર છે કે પાકિસ્તાનમાં પુરના કારણે લાખો ઘર નાશ થઈ ગયા છે અને લોકો પાસે હવે રહેવા માટેની પણ જગ્યા નથી આવામાં હિન્દુઓ પોતાના મંદિરોમાં મુસ્લિમ લોકોને રહેવા […]

પાકિસ્તાનઃ હિન્દુઓએ મનદુઃખ ભૂલી પૂર પીડિતોને આશ્રય અને ભોજન પુરુ પાડ્યું

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સહિતના લઘુમતીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. હાલ પાકિસ્તાનના અનેક જિલ્લાઓમાં પૂરની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે અને અનેક લોકો મૃત્યુ થયા છે. તેમજ હજારોની સંખ્યામાં લોકો ઘર વિહોણા બન્યાં છે. આવી દુઃખની સ્થિતિમાં કટ્ટરપંથીઓના અત્યાચારથી પીડિત હિન્દુઓ તમામ મનદુઃખ ભુલાવીને મુશ્કેલીમાં મુકાયેલા દેશવાસીઓની […]

ચીને પાવર પ્રોજેક્ટની કામગીરી અટકાવવા પાકિસ્તાનમાં વિજળીની સમસ્યા વધુ ઘેરી બની

નવી દિલ્હીઃ પાવર અને ઈંધણની તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ચીને મોટો ઝટકો આપ્યો છે. ચીનના એન્જિનિયરો અને કર્મચારીઓએ આ વર્ષે જુલાઈથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)માં 969 મેગાવોટના નીલમ-જેલમ હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું સમારકામ અટકાવી દીધું છે. ચીને આ પગલું એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે પાકિસ્તાન સતત ઉર્જા અને વીજળીની અછતનો સામનો કરી રહ્યું છે. ચીને સમારકામ […]

પાકિસ્તાનમાં પોલિયો રસીકરણ ટીમ પર હુમલો,4 પોલીસકર્મીઓએ ગુમાવ્યો જીવ

દિલ્હી:પાકિસ્તાનમાં પોલિયો રસીકરણ ટીમ પર હુમલો થયો હતો.પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અજાણ્યા શખ્સો દ્વારા પોલિયો રસીકરણ ટીમ ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ ગોળીબારમાં રક્ષા કરતા ચાર પોલીસકર્મીઓના મોત થયા હતા જયારે અન્ય બે ઘાયલ થયા હતા.આ અંગે પોલીસે માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે,આ ઘટના ટાંકી જિલ્લાના ગુલ ઈમાન વિસ્તારમાં બની હતી, જ્યાં અજ્ઞાત બંદૂકધારીઓએ ઘરે-ઘરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code