1. Home
  2. Tag "pakistan"

એશિયા કપઃ પાકિસ્તાન સામેની મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે વિરાટ કોહલી બનાવશે નવો રોકોર્ડ

નવી દિલ્હીઃ એશિયા કપમાં 28 ઓગસ્ટે ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનું ફોર્મ ચર્ચાનો વિષય છે. જો કે વિરાટ કોહલી આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ એક ખાસ સ્થાન હાંસલ કરવા જઈ રહ્યો છે. ટી20 ક્રિકેટમાં વિરાટ કોહલીની આ 100મી મેચ હશે. વિરાટ કોહલી પણ […]

રક્ષા મંત્રાલયે વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા,આકસ્મિક રીતે પાકિસ્તાનમાં છોડી દીધી હતી બ્રહ્મોસ મિસાઇલ  

રક્ષા મંત્રાલયે વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા આકસ્મિક રીતે પાકિસ્તાનમાં છોડી દીધી હતી બ્રહ્મોસ મિસાઇલ ગ્રુપ કેપ્ટન,વિંગ કમાન્ડર અને સ્ક્વોડ્રન લીડરનો સમાવેશ દિલ્હી:રક્ષા મંત્રાલયે મંગળવારે વાયુસેનાના ત્રણ અધિકારીઓને બરતરફ કર્યા હતા,9 માર્ચે આકસ્મિક રીતે બ્રહ્મોસ મિસાઇલ છોડવાની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસમાં જવાબદાર ગણાવ્યા હતા,તે મિસાઈલ પાકિસ્તાનમાં પડી હતી.આ ઘટનાની તપાસ કરતી કોર્ટ ઓફ ઈન્ક્વાયરી (CoA) […]

યુએઈના એક નિર્ણયથી પાકિસ્તાની પ્રવાસીઓની મુશ્કેલીઓ વધી

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે. યુએઈના એક નિર્ણયથી પાકિસ્તાનીઓની મુશ્કેલી વધી છે. યુએઈએ તમામ પાકિસ્તાન યાત્રિકોને ઓછામાં ઓછા 5 હજાર દિરહમ સાથે લઈને આવવાનો ફરજિયાત કર્યું છે. જેની અસર પાકિસ્તાનના ઓપન માર્કેટ ઉપર પણ અસર પડવાની શકયતા છે. પાકિસ્તાનના જાણીતા ન્યૂઝ પેપર ડોનના રિપોર્ટ અનુસાર, યુએઈના આ નિર્ણયથી પાકિસ્તાનના […]

દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાની હિન્દુ નાગરિક પાસે આઈએસઆઈ કરાવતું હતું જાસુસી

નવી દિલ્હીઃ ભારતમાં પાકિસ્તાન માટે જાસુસી કરનારા આઈએસઆઈના વધુ એક એજન્ટને પોલીસે દિલ્હીમાંથી ઝડપી લીધો છે. આશ્ચર્યની વાત એ છે કે આ જાસૂસ એક હિન્દુ શરણાર્થી છે જે પાકિસ્તાનથી આવીને ભારતીય નાગરિકતા લઈ ચૂક્યો છે. આ શરણાર્થીની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન ઈન્ટેલિજન્સે 46 વર્ષીય ભાગચંદની દિલ્હીથી […]

પાકિસ્તાનઃ આતંકવાદ મુદ્દે નોંધાયેલા કેસમાં ધરપકડથી બચવા ઈમરાનખાન ભૂર્ગભમાં ઉતર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં આગામી દિવસોમાં મોટા રાજકીય ઉથલ-પાથલના એંધાણ વર્તાઈ રહ્યાં છે. એક અહેવાલ અનુસાર, આતંકવાદ વિરોધી અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ધરપકડથી બચવા ફરાર થઈ ગયા છે તેમની વકીલોની ટીમ આગોતરા જામીન માટે કોર્ટનો સંપર્ક કરવાની હતી. પાકિસ્તાનમાં ઈમરાન વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલી રહી છે. તેમની સામે આતંકવાદ વિરોધી અધિનિયમ એટલે […]

પાકિસ્તાનઃ ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી, ટેરર ​​એક્ટ હેઠળ નોંધાયો કેસ,ટૂંક સમયમાં થઈ શકે છે ધરપકડ

દિલ્હી:પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાનની ધરપકડ કોઈપણ સમયે થઈ શકે છે. ઈમરાન ખાન વિરુદ્ધ આતંકવાદ વિરોધી અધિનિયમ (ATA) હેઠળ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. ઈમરાન પર ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન જજ સહિત બે ઉચ્ચ અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે. આ દરમિયાન પીટીઆઈના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પીટીઆઈના વરિષ્ઠ નેતા ફવાદ ચૌધરીના ટ્વિટ […]

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ટીમ મેનેજમેન્ટ ઉપર કર્યાં આકરા પ્રહાર, ટીમ ઈન્ડિયા પાસેથી શીખવાની સલાહ આપી

નવી દિલ્હીઃ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર દાનિશ કનેરિયાએ પોતાની રાષ્ટ્રીય ટીમના મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા છે. દાનિશ કનેરિયાએ નવા ખેલાડીઓને પૂરતી તક ન આપવા બદલ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટની ટીકા કરી છે. દાનિશ કનેરિયાએ પાકિસ્તાન ટીમને આ મામલે ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે. કનેરિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું છે કે, ‘ભારત અને પાકિસ્તાનમાં ઘણા […]

ઉદયપુરઃ ભારતીય સેનાની પાકિસ્તાન માટે જાસુસી કરનાર શખ્સ ઝડપાયો

જયપુરઃ નુપુર શર્માના સમર્થન આપનાર શ્રમજીવી કન્હૈયાલાલની હત્યા હજુ ભુલાઈ નથી. દરમિયાન ઉદયપુરમાંથી પાકિસ્તાનના આઈએસઆઈ માટે જાસુસી કરતા એક શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. CID ઈન્ટેલિજન્સે BSF કેમ્પની માહિતી પાકિસ્તાનમાં ISIને મોકલનાર આરોપી નારાયણ લાલ નામના શખ્સને ઝડપી લીધો છે. નારાયણ ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. પોલીસ મહાનિર્દેશક (ઈન્ટેલિજન્સ) ઉમેશ મિશ્રાએ કહ્યું […]

આતંકવાદીઓને પ્રોત્સાહન આપતુ પાકિસ્તાન જ હવે આતંકવાદીઓના નિશાના ઉપર

નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન પુરી પાડે છે એટલું જ નહીં આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન પોતાની જમીનનો ઉપયોગ પણ કરવા દે છે. ભારેત પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પ અંગે અનેક વાર સંયુક્ત રાષ્ટ્રમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમજ દુનિયાના અનેક દેશમાં આતંકવાદી પ્રવૃતિમાં પાકિસ્તાનનો હાથ હોવાનું માની રહી છે જેથી દુનિયામાં […]

જમ્મુ-કાશ્મીર મુદ્દે ચીને પાકિસ્તાનને સમર્થન આપવાનું ટાળ્યું, વાતચીતથી સમસ્યા દૂર કરવા કર્યું સૂચન

નવી દિલ્હીઃ ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 270 દૂર કર્યાંને 3 વર્ષ પૂર્ણ થયાં છે. પાકિસ્તાન સતત કાશ્મીર મુદ્દે કાગારોડ મચાવે છે પાકિસ્તાનને આશા છે કે, દુનિયાના કોઈ પણ દેશ સમર્થન આપે કે ના આપે પરંતુ ચીન કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સહયોગ કરશે. પરંતુ ચાલાક ચીને પાકિસ્તાનની તમામ આશાઓ પણ પાણી ફેરવી નાખ્યું છે, ચીને કાશ્મીર મુદ્દે ભારત-પાકિસ્તાનને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code