1. Home
  2. ગુજરાતી
  3. ‘તાનાજી’ ટ્રેલર રિલીઝ-17મી સદીની સર્જીકલ સ્ટ્રાઈક અને મોઘલ સામ્રાજ્યનો પરાજય
‘તાનાજી’ ટ્રેલર રિલીઝ-17મી સદીની સર્જીકલ સ્ટ્રાઈક અને મોઘલ સામ્રાજ્યનો પરાજય

‘તાનાજી’ ટ્રેલર રિલીઝ-17મી સદીની સર્જીકલ સ્ટ્રાઈક અને મોઘલ સામ્રાજ્યનો પરાજય

0
  • તાનાજીનું ટ્રેલર આજે રિલીઝ
  • 17મી સદીનું વર્ણન- મરાઠા અને મોઘલની જંગ
  • તાનાજીની સર્જીકલ સ્ટ્રાઈકનું અદભુત વર્ણન
  • કંઢાણા પર વિજય મેળવવા માટે તાનાજીના પરાક્રમનું વર્ણન
  • તાનાજી જે શિવાજી મહારાજના સૂબેદાર છે

અજય દેવગન,સેફઅલી ખાન અને કાજોલ સ્ટારર પીરિયડ ડ્રામા ફિલ્મ ‘તાનાજી-ઘ અનસંગ વૉરિયર’નું ટ્રેલર આજે રિલીઝ થઈ ચૂક્યું છે, ટ્રેલર ખરેખર ઘમાકેદાર છે,તાનાજીમાં પાત્રમાં અજય દેવગન જોવા મળી આવે છે.તાનાજી માલુસરેના જીવન પર આઘારિત  ફિલ્મ અજય દેવગનના કરીયરની 100મી ફિલ્મ છે, આ ફિલ્મનું ટ્રેલર શાનદાર છે,સોશ્યિલ મીડિયામાં આ ટ્રેલરના ખૂ જ વખાણ થઈ રહ્યા છે.

ટ્રેલરમાં જોઈ શકાય છે કે,મોઘલ કોંઢાણા પર ફતેહ કરવા માંગે છે તે સાથે મરાઠા કોંઢાણા પર ફરીથી ભગવો રંગ લહેરાવા માટે આંદોલન કરી રહ્યા હોય છે,આ જંગને જીતવા માટે છત્રપતિ શિવાજી મહારાજ તેમના સૂબેદાર તાનાજી માલૂસરે પર પોતાની પસંદગી ઉતારે છે,કોંઢણા પર વિજય મેળવવા માટે મરાઠા અને મુઘલોની આ જંગમાં તાનાજી મહત્વનો ભાગ ભજવે છે,તેઓ સર્જીકલ સ્ટ્રાઈક કરી મોઘલ સામ્રાજ્યને ડગમગાવી દે છે,આ સમગ્ર દ્રશ્ય દર્શકોને જકડી રાખશે.

દર્શકો આ ટ્રેલર જોઈને ફિલ્મ સફળ જવાની ઘણી આશાઓ રાખીને બેસ્યા છે,જો કે ટ્રેલરમાં એડિટિંગ મિસ્ટેક જોવા મળી રહી છે,તે સાથે જો દરેક સ્ટારના પાત્રની વાત કરીએ તો તેઓ પોતાના લૂકમાં પરફેક્ટ જોવા મળે છે,એક્શન સીન ઘમાકેદાર છે,બેકગ્રાઉન્ડ સાઉન્ડમાં શોર્ય વીરતા છલકતી જોવા મળે છે,પરંતુ અજય તાનાજીમાં રોલમાં થોડો જામતો નથી એમ કહી શકાય,તેનું કારણ એ હોય શકે કે આપણે સિંઘમના અજય દેવગનને ભુલ્યા નથી તેની સિંઘમની છબી દિમાગમાં રાખતા છે,તે સાથે સેફ અલી ખાને લોકોને આશ્ચર્યચક્તિ કર્યા છે,સ્ક્રીન પર આવતા જ સેફ છવાઈ જાય છે.ત્યારે ટ્રેલર જોતા જ એમ લાગે છે કે સેફના સામે કદાચ અજયનો રોલ ફીકો પડશે,તે સાથે કાજોલ મરાઠી લૂકમાં ખુબ જ ઈમ્પ્રેસિવ જોવા મળી છે.

તાનાજી ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે,ફિલ્મમાં સેફ અલી ઉદય ભાન અને શરદ કેલકર છત્રપતિ શિવાજી મહારાજના પાત્રમાં જોવા મળે છે.જ્યારે કાજોલ ગેસ્ટ તરીકે જોવા મળે છે,તે તાનાજીની પત્ની સાવિત્રીબાઈ માલૂસરેનો રોલ પ્લે કરે છે.કાજોલ અને અજય દેવગન રિયલ લાઈફમાં પતી પત્ની છે તે વાતથી સૌ કોઈ વાકેફ છે જ,ત્યારે ફિલ્મી પડદે પણ આ કપલ લાંબા સમય બાદ પતી પત્નીના રોલમાં દર્શકોને જોવા મળશે,

ફિલ્મ તાનાજી સિનેમાઘરોમાં 10 જાન્યુઆરી 2020ના રોજ રિલીઝ થઈ રહી છે, 17મી સદીના  મોઘલ અને મરાઠા જંગની કહાની પર આઘારિત ફિલ્મ છે. તાનાજી માલૂસરે વીર મરાઠા યોદ્ધા હતા. તે મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની સૈન્યમાં લશ્કરી નેતા હતા. તાનાજીએ છત્રપતિ શિવાજી મહારાજ સાથે અનેક યુદ્ધો લડ્યા છે. તનાજી તેના પરાક્રમ અને બહાદુર ઇરાદા માટે ઈતિહાસમાં જાણીતા છે. 1670 ના સિન્હાગઢ યુદ્ધમાં તેમના મહત્વના યોગદાન માટે તનાજીને આજે પણ યાદ કરવામાં આવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.