in ,

તારક મહેતા શોના ચાહકોએ દયા ભાભીની હજુ જોવી પડશે વધુ રાહ

સબટીવીના ફેમસ શો તારક મહેતાના ચાહકોએ જોવી પડશે રાહ જી હા, નવા દયા ભાભીને આ શોમાં આવતા હજુ થોડો સમય લાગશે જેના કારણે દયાભાભીના ચાહકોના ઈતંઝારમાં ઈમ્તેહા કરવી પડશે.

સબટીવીના ખુબ જ પોપ્યુલર કોમેડી ડ્રામા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને દર્શકોએ ખુબ જ સારો એવો પ્રતિસાદ આપ્યો છે આજે દરેક ઘરોમાં નાના બાળકોથી લઈને મોટા વડીલ લોકોએ આ શો ને ખુબ જ પસંદ કર્યો છે. નવાઈની વાત તો છે કે આ શો આવનારી 18 જુલાઈએ 11વર્ષ પુરા કરશે,આ એક એવો શો છે જે છેલ્લા 11 વર્ષથી ભારત દેશમાં તો જોવાઈ જ રહ્યો છે પણ સાથે સાથે ભારતની બહાર પણ આ શો ખુબ ફેમસ સાબિત થયો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો ની શાન ગણાતા એવા દયાભાભીએ લોકોના દિલ જીતી લીધા છે.દયાભાભીના પાત્રમાં જોવા મળતા દિશા વાકાણી છેલ્લા ધણા સમયથી આ શો થી બહાર છે.દયાભાભીના ચાહકો દયાભાભીના આ શો માં પરત ફરવાનો ઈતંઝાર કરી રહ્યા છે પરંતું દયાભાભી આ શોમાં ફરી જોવા નહી મળે . દિશા વાકાણીએ આ શોને  2017માં ટાટા બાઈ બાઈ કહ્યુ હતું જાણવા મળી રહ્યું હતું કે દિશા વાકાણી આ શોમાં પાછી ફરશે પરંતુ તે માત્ર અફવા હતી .દિશા વાકાણી આ શોમાં હવે પરત નહિ ફરે તે વાત પાક્કી છે તો હવે સવાલ એ છે કે શું દયાભાભી વગર જ આ શો આગળ વધશે  કે પછી દયાભાભીના પાત્રને રિપ્લેસ કરવામાં આવશે , હાલ આ ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ તારક મહેતાના ચાહકો માટે એક માઠા સમાચાર છે. જી હા શોના મેકર્સને દયાભાભીને શોમાં એન્ટર કરવાની જરા પણ તાલાવેલી નથી.

શો મેકર્સ હજુ દયાભાભીના પાત્રને શોધી રહ્યા છે જેમા હજુ તેમને સફળતા મળી નથી.દયાભાભીના પાત્ર માટે ઓડીશન શરુ થઈ ચુક્યું છે જેમા જાણીતા કલાકારો તેમજ ન્યુ કમરકસને બોલાવામાં આવી રહ્યા છે. શો મેકર્સ દયાભાભીને પરફેટ બેસે તેવા પાત્રની શોધમાં છે અને એટલા માટે તેઓ કોઈજ ઉતાવળું પગલુ ભરવા નથી માંગતા, જો કે પાપડ પોલ ફેમ એકટ્રેસ અમી ત્રિવેદી પર શો મેકર્સે પોતાની પસંદ ઉતારી છે તે વાતે જોર પક્યું છે પરંતુ જ્યારે આ વિશે અમી ત્રિવેદીને પુછવામાં આવતા તેમણે આ વાતનો અસ્વીકાર કર્યો છે. એ તો હવે આવનારો સમય જ બતાવશે કે ખરેખર દયાભાભીના પાત્રમાં કોણ હશે, ત્યા સુધી તારક મહેતાના દયાભાભીના ચાહકોનો ઈતઝાંર ઈતંઝાર જ બની રેહશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

કોંગ્રેસ અધ્યક્ષ પદે યથાવત રહેવા રાહુલ ‘બાબા’ના મનામણાં કરવા કોંગ્રેસીઓએ શરૂ કર્યા અનશન

નવા કોંગ્રેસ અધ્યક્ષની દોડમાં સુશીલકુમાર શિંદે અને મલ્લિકાર્જૂન ખડગે સૌથી આગળ