in , , , , , ,

અમદાવાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અપીલ

અમદાવાદ: કોરોનાવાયરસ મહામારીના કારણે હાલ વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં વધારે મદદ મળી રહે તે માટે અમદાવાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને અપીલ કરી છે.

અમદાવાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘનું કહેવું છે કે જો શાળાના શિક્ષકો માટે પણ સવારનો સમય નક્કી કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જે તે દિવસે મેળવેલા શિક્ષણ બાબતનું સુચારું માર્ગદર્શન આપી શકાય. હાલ કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને શિક્ષકોને પણ રોટેશનલ રીતે અથવા જરૂરીયાતને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવી રહ્યા છે.

આવા કપરા સમયમાં શિક્ષકો સમાજમાં અને બાળકોના ભણતરને લઈને ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અત્યારે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને બાળકોના શિક્ષણની જવાબદારી પણ શિક્ષકોને સોંપવામાં આવી છે જેમાં તેઓ નિયમિત પણે બાળકોને માર્ગદર્શન આપી રહ્યા છે.

શિક્ષકોનું માનવું છે કે જો શાળાનો સમય સવારનો કરવામાં આવે તો શિક્ષણ જ્યારે હાજરી આપે તે સમયે તે વાલીને પણ સંપર્ક કરી શકે છે અને યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.

જો કે કોરોનાવાયરસના કારણે હાલ વિદ્યાર્થીઓને લગભગ શાળાએ બોલાવવાના નિર્ણયને લંબાવવામાં આવ્યો છે અને જો આ સમય સુધી શાળાનો સમય સવારનો રાખવામાં આવે તેવી અમદાવાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે અપીલ કરી છે.

(VINAYAK)

Written by Revoi Network

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ચાઈનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ બાદ હવે ‘ઝૂમ એપ’ પર બંધ થઈ શકે છે શિક્ષણ

અનલોક-2 માટેની ગાઇડલાઇન્સ જાહેર, જાણો શું રહેશે ચાલું, શું રહેશે બંધ