in ,

Google Searchમાં News tab ની નવી ડિઝાઇન થશે રોલ આઉટ

ગૂગલે તેના અધિકૃત ટ્વિટર હેન્ડલના માધ્યમથી Google Searchમાં News tab ની નવી ડિઝાઇનને રજૂ કરી છે. આ ડિઝાઇનને માત્ર પીસી માટે કેટલાક સપ્તાહમાં રોલ આઉટ કરવામાં આવશે. ટ્વિટ અનુસાર Google Search માં આ News tab ના નવા ડિઝાઇનમાં કોઇપણ સમાચારને પ્રકાશક અને બ્રાન્ડિંગના હિસાબથી પસંદગી આપવામાં આવશે. આ નવી ડિઝાઇન યૂઝર્સને ન્યૂઝ આઇટમ સર્ચ કરવામાં મદદરૂપ બનશે.

ગૂગલ આગામી કેટલાક સપ્તાહમાં પીસી માટે આ નવી ડિઝાઇનને રોલ આઉટ કરશે. આ નવી ડિઝાઇનમાં પ્રકાશકના નામને પણ દર્શાવાશે. તે ઉપરાંત લેખને વધુ સ્પષ્ટપણે રાખવામાં આવશે જેથી યૂઝર્સ કોઇપણ ન્યૂઝને સરળતાપૂર્વક સર્ચ કરી શકે. ગૂગલે આ નવી ડિઝાઇનની એક GIP પણ શેર કરી છે. જેમાં બિફોર અને આફટર દર્શાવાયું છે. જેથી તમને પહેલાની અને પછીની ડિઝાઇનનો ખ્યાલ આવશે.

વાચક Google Search ટેબમાં ન્યૂઝ આર્ટિકલ ઉપરાંત પ્રકાશકનું નામ, ઇમેજ અને હેડલાઇન વાંચવાનું પસંદ કરે છે. નવા રી-ડિઝાઇન્ડ ન્યૂઝ ટેબમાં ન્યૂઝ રિઝલ્ટ કાર્ડની સાથે ઉપરની તરફ પ્રકાશકના નામને પણ હાઇલાઇટ કરાશે. ત્યારબાદ હેડિંગ અને અંતે ન્યૂઝ હશે. આ કાર્ડની ડાબી બાજુ ન્યૂઝની ઇમેજને ઉમેરાશે. જો કે આ નવી ડિઝાઇન મોટા પ્રકાશકને ફાયદો કરાવશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા થઇ નથી.

આ નવા ન્યૂઝ ટેબમાં સિમિત ન્યૂઝ લિંક્સ જ જોઇ શકાય છે. હાલના ન્યૂઝ ટેબ્સમાં અનેક લિંક્સ જોઇ શકાય છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં Google એ તેના સર્ચ રિઝલ્ટના મેનુમાં પણ અનેક ફેરફાર કર્યા છે. હવે સર્ચ ટેબના રિઝલ્ટ પેજમાં કેટેગરીનું આઇકન પણ જોઇ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગોવાઃત્રણ પૂર્વ કોંગ્રેસ સાંસદ અને પૂર્વ નાયબ સ્પીકરએ મંત્રીપદના શપથ લીધા

બોલિવૂડ અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ “અંગ્રેજી મિડીયમ”નું શૂટિંગ પુરું થયુંઃ હોનીનો ઈરફાનને લેટર