1. Home
  2. ગુજરાતી
  3. 64MP કેમેરાની સાથે ભારતમાં લૉન્ચ થયો Realme X2, જાણો કિંમત અને ફીચર્સ
64MP કેમેરાની સાથે ભારતમાં લૉન્ચ થયો Realme X2, જાણો કિંમત અને ફીચર્સ

64MP કેમેરાની સાથે ભારતમાં લૉન્ચ થયો Realme X2, જાણો કિંમત અને ફીચર્સ

0
  • Realme X2માં સ્નેપડ્રેગન 730G પ્રોસેસર છે
  • આ સ્માર્ટફોનમાં 30Wનું ફાસ્ટ ચાર્જિંગનો પણ સપોર્ટ છે

Realme X2 ને ભારતમાં લૉન્ચ કરાયો છે. આ સ્માર્ટફોનના ખાસ ફીચર્સ વિશે વાત કરીએ તો તેમાં ઑક્ટા-કોર ક્વોલકૉમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર, 64MP પ્રાઇમરી કેમેરા અને 30W ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી જેવા ફીચર્સ છે.

આ સ્માર્ટફોનની પ્રારંભિક કિંમત રૂ.16,999 (4GB+64GB) છે. 6GB+128GB વેરિયન્ટની કિંમત રૂ.18,999 છે. જ્યારે 8 GB+128GBની કિંમત રૂ.19,999 છે. 20 ડિસેમ્બર બપોરે 12 વાગ્યે આ સ્માર્ટફોનનો પહેલો સેલ રહેશે.

Realme X2ના ફીચર્સ

  • ડ્યુઅલ સીમ સપોર્ટ
  • એન્ડ્રોઇડ 9 પાઇ બેઝ્ડ ColorOs 6
  • 19:5:9 એસ્પેક્ટ રેશિયો
  • વૉટરડ્રોપ સ્ટાઇલ નૉચ
  • 6.4 ઇંચ ફુલ-HD+(1080X2340 પિક્સલ)
  • સુપર એમોલેડ ડિસપ્લે
  • કૉર્નિંગ ગોરિલા ગ્લાસ 5
  • ઇન ડિસપ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર
  • 6GB/8GB LPFFR4X રેમ
  • 8nm ઑક્ટા કોર ક્વોલકૉમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર

ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી માટે તેમાં રિયરમાં ક્વૉડ કેમેરા સેટઅપ અપાયું છે. તેમાં 64MP પ્રાઇમરી કેમેરા, 8MP વાઇડ એંગલ કેમેરા, 2MP ડેપ્થ કેમેરા અને 2MP મેક્રો કેમેરા અપાયા છે. સેલ્ફી માટે સ્માર્ટફોનમાં 32MP નો કેમેરો પણ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.