1. Home
  2. ગુજરાતી
  3. અહો..આશ્ચર્યમ! ગૂગલ પર લોકોએ સર્ચ કર્યું – કાશ્મીરી છોકરી સાથે કેવી રીતે લગ્ન કરવા?
અહો..આશ્ચર્યમ! ગૂગલ પર લોકોએ સર્ચ કર્યું – કાશ્મીરી છોકરી સાથે કેવી રીતે લગ્ન કરવા?

અહો..આશ્ચર્યમ! ગૂગલ પર લોકોએ સર્ચ કર્યું – કાશ્મીરી છોકરી સાથે કેવી રીતે લગ્ન કરવા?

0

જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાના નરેન્દ્ર મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય બાદ દેશભરના પુરુષો કાશ્મીરના ઇતિહાસમાં ડોકિયુ કરી રહ્યા છે અને ઉત્સુક્તા સાથે ગૂગલ પર ‘Marry Kashmiri Girl’ અને how can I marry a Kashmiri girl સર્ચ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કાશ્મીરી છોકરીઓ સાથે લગ્નને લઇને ફોટો-વીડિયો અને પોસ્ટ પણ શેર થઇ રહી છે. યુવાનોમાં ત્યાં જમીન લેવાને બદલે કાશ્મીરી છોકરી સાથે લગ્ન કરવાની ઘેલછા વધુ જોવા મળી રહી છે.

ગૂગલ પર ‘Marry Kashmiri Girl’ સૌથી વધુ પશ્વિમ બંગાળમાં સર્ચ થઇ રહ્યું છે, જ્યારે બીજા નંબર પર દિલ્હી, ત્રીજા પર તેલંગાણા, ચોથા પર કર્ણાટક અને પાંચમા નંબર પર મહારાષ્ટ્રના યુવાનો ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે. જ્યારે Kashmiri girls સર્ચ કરવામાં કેરળ પ્રથમ નંબરે, ઝારખંડ બીજા અને હિમાચલ પ્રદેશ ત્રીજા નંબર પર છે. નોંધનીય છે કે 6 ઓગસ્ટના રોજ દિલ્હીમાં સૌથી વધુ ‘Marry Kashmiri Girl’ ગૂગલ પર સર્ચ થયું છે.

કાશ્મીરમાં જમીન ખરીદવાને લઇને સૌથી વધુ ઉત્સુક્તા ઝારખંડના લોકોમાં જોવા મળી છે. આ યાદીમાં દિલ્હી બીજા નંબરે અને હરિયાણા ત્રીજા નંબર પર છે. જ્યારે how to buy land in Kashmir ને લઇને સૌથી વધુ સર્ચ હરિયાણામાં કરાયું છે. જમીન કઇ રીતે ખરીદવી મામલે સર્ચમાં ઉત્તરપ્રદેશ બીજા ક્રમાંકે અને મહારાષ્ટ્ર ત્રીજા ક્રમાંકે છે.

તે ઉપરાંત લોકો ગૂગલ પર KASHMIRI GIRL PIC પણ સર્ચ કરી રહ્યા છે. છેલ્લા સાત દિવસમાં પશ્વિમ બંગાળમાં સૌથી વધુ આ કીવર્ડ સર્ચ થયો છે, જ્યારે આ મામલે બિહાર બીજા ક્રમાંકે અને ઉત્તરપ્રદેશ ત્રીજા સ્થાને છે.

marry Kashmiri ને લઇને છેલ્લા સાત દિવસમાં સૌથ વધુ સર્ચ પશ્વિમ બંગાળમાં કરાયું છે. બીજા નંબર પર દિલ્હી, ત્રીજા નંબર પર કર્ણાટક, ચોથા નંબર પર તેલગાંણા અને પાંચમાં નંબર પર કેરળ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.