1. Home
  2. ગુજરાતી
  3. Google Trends 2019: ગૂગલ પર સૌથી વધુ છવાઇ લોકસભા ચૂંટણી, કબીર સિંહ અને વર્લ્ડ કપ પણ સર્ચમાં મોખરે, વાંચો પૂરી યાદી
Google Trends 2019: ગૂગલ પર સૌથી વધુ છવાઇ લોકસભા ચૂંટણી, કબીર સિંહ અને વર્લ્ડ કપ પણ સર્ચમાં મોખરે, વાંચો પૂરી યાદી

Google Trends 2019: ગૂગલ પર સૌથી વધુ છવાઇ લોકસભા ચૂંટણી, કબીર સિંહ અને વર્લ્ડ કપ પણ સર્ચમાં મોખરે, વાંચો પૂરી યાદી

0
  • Google Search દ્વારા ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા વિષયોની યાદી થઇ જાહેર
  • લોકસભા ચૂંટણી, કબીર સિંહ, વર્લ્ડ કપ પર સૌથી વધુ સર્ચ
  • અભિનંદન, લતા મંગેશકર, યુવરાજ સિંહ પણ સર્ચ ટોપિકમાં સામેલ

Google Search એ વિશ્વનું સૌથી વધુ ઉપયોગ થતું સર્ચ એન્જિન છે. રોજ લાખો વાર ગૂગલ પર લોકો સર્ચ કરતા હોય છે ત્યારે ગૂગલ એ વર્ષ 2019 દરમિયાન સૌથી વધુ સર્ચ થયેલા વિષયોને લઇને લિસ્ટ જારી કર્યું છે. ભારતમાં આ વર્ષે ગૂગલ સર્ચ ટ્રેન્ડ વિશે વાત કરીએ તો સૌથી વધુ ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket world cup) સર્ચ કરવામાં આવ્યું છે. બીજા નંબર પર ભારતના લોકોએ સૌથી વધુ લોકસભા ચૂંટણી અંગે સર્ચ કર્યું છે. ત્યારબાદ ટોપિક્સમાં ચંદ્રયાન-2 મિશન ત્રીજા ક્રમાંકે છે. આ બાદ લિસ્ટમાં કબીર સિંહ, એવેન્જર્સ એન્ડ ગેમ, આર્ટિકલ 370, નીટ રિઝલ્ટ્સ, જોકર, કેપ્ટન મારવેલ અને પીએમ કિસાન યોજના સામેલ છે.

તે ઉપરાંત લોકોએ અભિનંદન વર્ધમાન, લતા મંગેશકર, યુવરાજ સિંહ, આનંદ કુમાર, વિક્કી કૌશલ, ઋષભ પંત, રાનુ મોંડલ, તારા સુતરિયા, સિદ્વાર્થ શુકલા તેમજ કોઇના મિત્રાને પણ સૌથી વધુ સર્ચ કર્યા છે.

ન્યૂઝ ટ્રેન્ડ પર નજર કરીએ તો લોકોએ લોકસભા ચૂંટણીના પરિણામો અંગેના સમાચારો સૌથી વધુ સર્ચ કર્યા, ત્યારબાદ ચંદ્રયાન 2, કલમ 370 તેમજ પ્રધાનમંત્રી કિસાન યોજના વિશે પણ સર્ચ કર્યું. ત્યારબાદ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, હરિયાણા વિધાનસભા ચૂંટણી, પુલવામા હુમલો, સાઇક્લોન ફાની, અયોધ્યા ચુકાદો તેમજ અમેઝોનના જંગલમાં લાગેલી આગ અંગેના સમાચારો સૌથી વધુ સર્ચ કરાયા હતા.

સ્પોર્ટ્સ સર્ચ ટ્રેન્ડ અનુસાર ક્રિકેટ વર્લ્ડ કપ સૌથી વધુ સર્ચ કરાયો છે. ત્યારબાદ પ્રો કબડ્ડી લીગ, વિંબલડન, કોપા અમેરિકા, ફ્રેંચ ઓપન, સુપર બોલ, દ એશસ, યુએસ ઓપન અને ઇન્ડિયન સુપર લીગ વિશે સર્ચ કરાયું હતું.

ગૂગલ સર્ચ પર સૌથી વધુ સર્ચ કરાયેલી ફિલ્મો વિશે વાત કરીએ તો કબીર સિંહ ટોપ પર છે અને ત્યારબાદ અનુક્રમે, એવેન્જર્સ-એન્ડ ગેમ, જોકર, કેપ્ટન મારવેલ, સુપર 30, મિશન મંગલ, ગલી બૉય, વૉર, હાઉસફુલ 4 અને ઉરી છે.

સૌથી વધુ ગીતો સર્ચ કરવાની યાદીમાં લે ફોટો લે, તેરી મેરી કહાની, તેરી પ્યારી પ્યારી બે આંખો, વાસ્તે, કોકા-કોલા તૂ, ગોરી તેરી ચુનરી, પલ પલ દિલ કે પાસ, લડકી આંખ મારે અન પાયલિયા બજની લાડો પિયા અને ક્યા બાત સામેલ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.