1. Home
  2. ગુજરાતી
  3. તમારા મોબાઇલમાં હોઇ શકે છે ખતરનાક EvenBot વાયરસ, આ વાયરસથી બચવા રાખો આટલું ધ્યાન
તમારા મોબાઇલમાં હોઇ શકે છે ખતરનાક EvenBot વાયરસ, આ વાયરસથી બચવા રાખો આટલું ધ્યાન

તમારા મોબાઇલમાં હોઇ શકે છે ખતરનાક EvenBot વાયરસ, આ વાયરસથી બચવા રાખો આટલું ધ્યાન

0
  • માઇક્રોસોફ્ટ વર્ડ, અડોબી ફ્લેશ અને અન્ય થર્ડ પાર્ટી એપ્સ દ્વારા ફોનમાં પહોંચી રહ્યો છે વાયરસ
  • ગૂગલ પ્લે – સ્ટોરમાં હજુ સુધી નથી જોવા મળ્યો આ મૈલવેયર
  • 200 થી વધુ બેન્કિંગ એપ્સને બનાવી શિકાર

જો તમે પણ મોબાઇલ બેન્કિંગનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. કોરોના સાથે તમારે તમારા મોબાઇલમાં આવતા વાયરસને લઈને સાવધાન રહેવાની જરૂર છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે એક મોબાઈલ મૈલવેયર ” EventBot ” ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ભારતીય કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમે એક એડવાઈઝરી જારી કરી છે, જે મુજબ માઇક્રોસોફ્ટ વર્ડ, અડોબી ફ્લેશ અને અન્ય થર્ડ પાર્ટી એપ્સ દ્વારા મોબાઇલ ટ્રોજન ફોન પર પહોંચી રહ્યો છે. ટ્રોજન એક વાયરસ અને મૈલવેયર છે જે કોઈ યુઝર્સને શિકાર બનાવે છે.

એડવાઈઝરી એ કહ્યું કે, “EventBot”નામનો નવો વાયરસ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ એક મોબાઇલ બેન્કિંગ ટ્રોજન છે જે લોકોના ફોનમાંથી બેંકની માહિતી ચોરવામાં નિષ્ણાત છે. તે યુઝર્સના મેસેજને પણ વાંચે છે.

200 થી વધુ બેન્કિંગ એપ્સને શિકાર બનાવી છે

EventBotએ હાલમાં અમેરિકા અને યુરોપ ક્ષેત્રમાં સ્થિત બેન્કિંગ એપ્સ,મની ટ્રાન્સફર સેવાઓ સહિત 200 થી વધુ નાણાકીય એપ્લિકેશનોને નિશાન બનાવી છે, તેનો આગામી શિકાર ભારતીય યુઝર્સ હોઈ શકે છે.

CERT – IN એ કહ્યું કે વાયરસ બાર્કલેજ, યુનિ ક્રેડિટ, કેપિટલઓન યુકે, એચએસબીસી યુકે, ટ્રાન્સફર વાઈજ, પેપલ, પેસેફકાર્ડ, વગેરે જેવી એપ્સને નિશાન બનાવે છે. હાલમાં એજન્સીએ કહ્યું કે EventBotને હજી સુધી ગૂગલ પ્લે-સ્ટોર પર જોવામાં આવ્યું નથી. તે વાસ્તવિક એપ દ્વારા ફોન પર પહોંચી રહ્યું છે.
 
એકવાર ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયા પછી, આ એપ એન્ડ્રોઇડ ડિવાઇસના સ્ટોરેજ, મેસેજ, ઇન્ટરનેટ, પ્રોસેસર સ્પીડ, સ્ક્રીન ટાઇમ, બેકગ્રાઉન્ડમાં ડેટા, વગેરેને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે. બાદમાં આ એપ યુઝર્સની તમામ પ્રકારની પરમિશન લે છે. તે ફોનના પેટર્ન લોક અને પિનને વાચવામાં પણ નિષ્ણાત છે.

આ વાયરસથી બચવા માટે કોઈપણ થર્ડ પાર્ટી સ્ટોરથી એપ ડાઉનલોડ કરશો નહીં. ફોનમાં અપડેટ એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરો. ગૂગલ પ્લે સ્ટોર પરથી એપ ડાઉનલોડ કરતી વખતે એપ્લિકેશન વિશેની જાણકારી મેળવી. તેની ડાઉનલોડ સંખ્યા અને રેટિંગ પણ ચેક કરો.

જો ફોનમાં કોઈ એવી એપ દેખાય જે તમે ઇન્સ્ટોલ કરી નથી તો તેને તરત જ ડિલીટ કરી નાખો અને શક્ય હોય તો ફોનને તરત જ ફોર્મેટ કરો. કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઈન્ડિયાએ સાયબર એટેકનો સામનો કરવા અને ભારતીય સાયબર સ્પેસને સુરક્ષિત રાખવા માટે રાષ્ટ્રીય પ્રોધોગિક શાખા છે.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.