1. Home
  2. ગુજરાતી
  3. એન્ડ્રોઇડ યૂઝર્સ છો તો ચેતી જજો, આ વાઇરસ આપના ફોનને લઇ શકે છે ઝપેટમાં
એન્ડ્રોઇડ યૂઝર્સ છો તો ચેતી જજો, આ વાઇરસ આપના ફોનને લઇ શકે છે ઝપેટમાં

એન્ડ્રોઇડ યૂઝર્સ છો તો ચેતી જજો, આ વાઇરસ આપના ફોનને લઇ શકે છે ઝપેટમાં

0

જો તમે એન્ડ્રોઇડ ફોન યૂઝ કરતા હો તો ચેતી જજો. તેનું કારણ વાઇરસ છે. દુનિયાના 2.5 કરોડ એન્ડ્રોઇડ ફોન એજન્ટ સ્મિથ નામના વાઇરસની ઝપેટમાં આવી ગયા છે. આ વાઇરસ ફોનના યૂઝર્સની જાણકારી બહાર ફોનમાં રહેલી બધી જ એપ્લિકેશનને દૂર કરીને તેમાં સંક્રમિત સંસ્કરણ અપલોડ કરી નાખે છે. સાઇબર સિક્યોરિટી એક્સપર્ટ ચેક પોઇન્ટ રિસર્ચ અનુસાર ભારતના 1.5 કરોડ સ્માર્ટફોન આ વાઇરસથી સંક્રમિત છે.

કંપનીએ આ નવા વાઇરસની શોધનો દાવ કરવાની સાથોસાથ જણાવ્યું હતું કે કંપની ગૂગલ સાથે મળીને આ વાઇરસને દૂર કરવા માટે કામ કરી રહી છે. આ રિપોર્ટ જારી થવા સુધીમાં ગૂગલ પ્લેસ્ટોર પરથી દરેક સંક્રિમત એપ્સને હટાવી લેવાઇ છે.

આ વાઇરસ મુખ્ય રીતે હિન્દી, અરેબિક, રશિયન, ઇન્ડોનેશિયન ભાષાનો ઉપયોગ કરનારા યૂઝર્સના ફોનને નિશાન બનાવે છે. આ વાઇરસની સૌથી વધુ અસર ભારતીય યૂઝર્સને થઇ છે. જો કે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત અન્ય એશિયન દેશોમાં પણ આ વાઇરસે કહેર મચાવ્યો છે. બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો પણ તેની ઝપેટમાં આવી ગયા છે. કંપનીએ યૂઝર્સને થર્ડ પાર્ટી એપ સ્ટોર પરથી કોઇપણ એપ્લિકેશન ડાઉનલોડ ના કરવાની ચેતવણી આપી છે.

નકલી જાહેરાતોથી બેન્કિંગ ડિટેલની ચોરી
કંપનીના દાવા મુજબ ડબ્ડ એન્જટ સ્મિથ વાઇરસ હાલ તો મોબાઇલમાં તેનો વ્યાપ વધારી રહ્યું છે. આ વાઇરસ યૂઝર્સને આર્થિક રીતે પ્રલોભન આપનારી જાહેરાતો દેખાડીને પણ તેની બેન્કિંગ ડિટેલ ચોરી લેવાની ક્ષમતા ધરાવે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.