1. Home
  2. ગુજરાતી
  3. 1 લાખ ભારતીયોના આધાર, પાન કાર્ડ અને પાસપોર્ટ ડેટા ઇન્ટરનેટ પર વેચાઇ રહ્યા છે, જાણો સમગ્ર મામલો
1 લાખ ભારતીયોના આધાર, પાન કાર્ડ અને પાસપોર્ટ ડેટા ઇન્ટરનેટ પર વેચાઇ રહ્યા છે, જાણો સમગ્ર મામલો

1 લાખ ભારતીયોના આધાર, પાન કાર્ડ અને પાસપોર્ટ ડેટા ઇન્ટરનેટ પર વેચાઇ રહ્યા છે, જાણો સમગ્ર મામલો

0
  • મોદી સરકારનું ડિજીટલ ભારત અભિયાન પરંતુ સેફ નથી લોકોનો ડેટા
  • ડાર્ક નેટ વેબ પર લોકોનો આધાર, પાન કાર્ડ અને પાસપોર્ટ ડેટા થયો લીક
  • સાઇબર સિક્યોરિટી ફર્મ સાઇબલ દ્વારા કરાયો આ ચોંકાવનારો ખુલાસો

એક તરફ મોદી સરકાર લોકોને ડિજીટલ માધ્યમોનો વધુ ઉપયોગ કરવા માટે અપીલ કરી રહી છે પરંતુ આ ડિજીટલ દુનિયામાં લોકોનો અંગત ડેટા જ સલામત નથી. આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક લાખથી વધુ ભારતીયોના આધાર, પાન કાર્ડ અને પાસપોર્ટની સાથે બીજા રાષ્ટ્રીય ઓળખ પત્રોની સ્કેન કૉપી ‘ડાર્ક નેટ’ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં હોબાળો મચી ગયો છે. સાઇબર સિક્યોરિટી ફર્મ સાઇબલ એ આ ચોંકાવનારી જાણકારી આપી છે. સાઇબલ અનુસાર, આ ડેટા લીક એક થર્ડ પાર્ટી પ્લેટફોર્મથી થયો છે, સરકારી ડેટા બેઝથી નહીં.

સામાન્યપણે ડાર્ક નેટનો ઉપયોગ તસ્કીર, હેકિંગ, આતંકી પ્રવૃત્તિઓ કે બીજા ગેરકાયદેસર કામો કરવા માટે થાય છે. તે ઉપરાંત સંવેદનશીલ જાણકારીની આપ-લે કરવા માટે પણ તેનો વપરાશ થાય છે.

ચોંકાવનારી વાત એ છે કે આ ડેટા કોઇ કેવાયસી(Know Your Customer-KYC) કંપની દ્વારા લીક થયો છે, કારણ કે જે ડેટા ડાર્ક વેબ પર ઉપલબ્ધ છે તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ પાસપોર્ટની સ્કેન કૉપી સામેલ છે.

શું છે ડાર્ક નેટ?

ડાર્ક નેટ ઇન્ટરનેટનો એ હિસ્સો હોય છે જે સામાનય સર્ચ એન્જિનની પહોંચી દૂર હોય છે. તેનો ઉપયોગ કરવા માટે વિશેષ સોફ્ટવેરની જરૂર પડે છે.

આ તમામ દસ્તાવેજો સ્કેન કોપીના રૂપમાં છે. તેને કોઇ કંપનીના KYC ડેટાબેઝથી ચોરી થવાની શક્યતા છે. જો કે કંપની આ મામલાની હાલમાં તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે, મોદી સરકાર લોકોને વધુને વધુ ડિજીટલ અભિગમ અપનાવવા માટે કહી રહી છે, પરંતુ તાજેતરના સમયમાં ડાર્ક વેબથી હેકિંગ, તસ્કરી, આતંકી પ્રવૃત્તિઓ, ડેટાનું વેચાણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વારંવાર થઇ રહી છે જેને લીધે લોકો ડિજીટલ માધ્યમનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરતા ખચકાઇ રહ્યા છે. સરકાર દ્વારા આ બાબતે મજબૂત પગલાં લેવામાં આવે તે ખૂબજ આવશ્યક છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.