1. Home
  2. ગુજરાતી
  3. ટ્રૂકૉલરમાં બગ, આપોઆપ યૂઝર્સનું UPI માં રજિસ્ટ્રેશન થયું
ટ્રૂકૉલરમાં બગ, આપોઆપ યૂઝર્સનું UPI માં રજિસ્ટ્રેશન થયું

ટ્રૂકૉલરમાં બગ, આપોઆપ યૂઝર્સનું UPI માં રજિસ્ટ્રેશન થયું

0

મોબાઇલ ડાયરેક્ટરી એપ ટ્રૂકૉલરમાં આવેલા એક બગને કારણે તેનું યૂપીઆઇ આધારિત ડિજીટલ પેમેન્ટ ફીચર પ્રભાવિત થયું છે. આ બગને કારણે દેશભરના હજારો ટ્રૂકૉલર યૂઝર્સની એપની યૂપીઆઇ આધારિત પેમેન્ટ ફીચરમાં આપોઆપ નોંધણી થઇ ગઇ હતી.

એપે ICICI બેંકની યૂપીઆઇ સર્વિસના રજિસ્ટ્રેશન માટે યૂઝર્સ તરફથી પોતાના તરફથી જ બેંકને એક એનક્રિપ્ટેડ મેસેજ મોકલ્યો હતો. યૂઝર્સને આ વાતની જાણ પણ ના થઇ. જે યૂઝર્સનું ICICI બેંકમાં ખાતુ ના હતું તેના તરફથી પણ આ મેસેજ ગયો હતો. ભારતમાં અંદાજિત 10 કરોડ ટ્રૂકૉલર યૂઝર્સ છે. ટ્રૂકૉલરે યૂઝર્સથી માંફી માગી હતી કે બગની ચપેટમાં આવેલા આ વર્ઝનને હટાવી લેવામાં આવ્યું છે. પ્રભાવિત યૂઝર્સ માટે જલ્દી નવી અપડેટ જારી કરાશે. યૂઝર્સ ઇચ્છે તો ખુદ પણ નોંધણી રદ કરી શકે છે. જો કે યૂપીઆઇના ઉપયોગ માટે એપ્સને મંજૂરી આપનાર નેશનલ પેમેન્ટ કૉર્પોરેશને કહ્યું હતું કે આ બગથી બેંક ખાતા પર કોઇ અસર નહીં થાય. યૂપીઆઇ દેશમાં કોઇપણ બેંક ખાતામાં ક્યારેય પણ નાણાંની ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.

બેંક ખાતા પર કોઇ અસર નહી: NCPI
યૂઝર્સની સહમતિ વગર રજિસ્ટ્રેશન એક ખામી છે. આ સાથે ગ્રાહક યૂપીઆઇથી કોઇ લેવડદેવડ નહીં કરી શકે. આ માટે યૂઝરે ઓટીપી અને ડેબિટ કાર્ડની માહિતી ભર્યા બાદ જ યૂપીઆઇ પિન સેટ કરી શકશે તેવું NCPI એ જણાવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.