1. Home
  2. ગુજરાતી
  3. ATMથી પણ ફેલાઇ છે ઘાતક કોરોના વાઇરસ, રૂપિયા ઉપાડતી વખતે રાખો આ બાબતની સાવચેતી
ATMથી પણ ફેલાઇ છે ઘાતક કોરોના વાઇરસ, રૂપિયા ઉપાડતી વખતે રાખો આ બાબતની સાવચેતી

ATMથી પણ ફેલાઇ છે ઘાતક કોરોના વાઇરસ, રૂપિયા ઉપાડતી વખતે રાખો આ બાબતની સાવચેતી

0
  • એટીએમ મારફતે પણ ઘાતક કોરોના વાયરસના સંક્રમણનો કિસ્સો
  • એટીએમ રૂમમાં જવા સમયે અહીં આપેલી કેટલીક સાવચેતી જરૂર રાખો
  • આ સાવચેતી રાખીને તમે કોરોનાના સંક્રમણને અટકાવી શકો છો

હાલમાં સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવતા કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના હાલમાં અનેક રીતે ફેલાઇ રહ્યો છે. હવે તો ATMથી પણ કોરોનાનું સંક્રમણ થયું હોવાના કિસ્સા પ્રકાશિત થઇ રહ્યા છે. તાજેતરમાં જ ગુજરાતમાં એટીએમનો ઉપયોગ કરનાર સેનાના 3 જવાનો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

તેથી તમે જ્યારે પણ કોઇ વસ્તુને સ્પર્શ કરો ત્યારે તમારા હાથને સેનિટાઇઝરથી ભૂલ્યા વગર સાફ કરો.

કોરોના વાયરસના સંક્રમણને રોકવા તેમજ એટીએમનો ઉપયોગ કરવા સમયે નીચે આપેલી સાવચેતી રાખો.

– એટીએમ રૂમમાં જો કોઇ હાજર હોય તો ત્યાં અંદર ના જાવ, જ્યાં તે વ્યક્તિ રૂપિયા ઉપાડીને બહાર ના આવે, ત્યાં સુધી તમે રાહ જુઓ.

– એટીએમ લાઇનમાં ઉભા રહો ત્યારે તમારો ચહેરો, નાક તેમજ મોઢુ સ્પર્શ કરવાથી બચો. લાઇનમાં લોકો સાથે ઓછામાં ઓછું 1 મીટરનું અંતર જાળવો. હંમેશા વેટ વાઇપ્સ તેમજ ટિશ્યુ સાથે રાખો.

– ATM લાઇનમાં ઉભા રહેવા દરમિયાન જો કોઇ પરિચીત વ્યક્તિ મળે તો તેની સાથે હાથ મિલાવાના બદલે દૂરથી જ નમસ્તે કરો.

– ATM ચેમ્બરમાં કોઇપણ વસ્તુને સ્પર્શ ના કરો. જો ભૂલથી કોઇ સપાટી કે વસ્તુને સ્પર્શ કરી હોય તો તુરંત જ વાઇસ્પ તેમજ સેનિટાઇઝરથી હાથ સાફ કરી લો.

– જો તમને શરદી-ખાંસી હોય તો બિલકુલ બહાર ન નીકળો. જો ATMમાં ઉભા રહેતી વખતે છીંક આવે તો તમારા મોઢાને તમારા હાથ અથવા ટિશ્યૂથી ઢાંકી દો.

– ઉપયોગમાં લીધેલા ટિશ્યૂ અને માસ્કને ATMના ડસ્ટબિનમાં ભૂલથી પણ ન ફેંકો. તેનાથી અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાઇ શકે છે.

મહત્વનું છે કે કોરોનાનું સંક્રમણ ખાસ કરીને સ્પર્શથી ફેલાતું હોવાથી દરેક વ્યક્તિ જાગૃત થઇને એટીએમમાં જવા સમયે સંપૂર્ણ સાવચેતી અને તકેદારી રાખે તે આવશ્યક છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.