TECHNOLOGYગુજરાતી

ભારતનું સૌથી મોટું ઇ-લર્નિંગ પ્લેટફોર્મ Unacademy થયું હેક, વિદ્યાર્થીઓને ડેટા થયા લીક

  • ભારતનું સૌથી મોટું ઇ-લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમી થયું હેક
  • 2.2 કરોડથી વધુ વિદ્યાર્થીઓનો ડેટાબેઝ ડાર્કવેબ પર લીક
  • આ ડેટાબેઝની અંદાજીત કિંમત 2,000 અમેરિકી ડૉલર

ભારતનું સૌથી મોટું ઇ-લર્નિંગ પ્લેટફોર્મ અનએકેડમી હેક થયું છે. હેકર્સે તેનું સર્વર હેક કર્યા બાદ અંદાજે 2.2 કરોડથી વધુ વિદ્યાર્થીઓના ડેટાબેઝ પણ હેક કર્યા છે. આ વિદ્યાર્થીઓની જાણકારીને હવે ડાર્ક વેબ પર ઓનલાઇન વેચવામાં આવી રહી છે. તેમાં વિપ્રો, ઇન્ફોસિસ, કૉગ્નિજેંટ, ગૂગલ તેમજ ફેસબૂકના કર્મચારીઓની પણ વિગતો છે.

સિક્યોરિટી ફર્મ Cybleના અહેવાલ મુજબ Unacademyના 21,909,707 ડેટા લીક થયો છે જેની કિંમત 2,000 અમેરિકી ડૉલર છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર અનએકેડમીની વેબસાઇટમાંથી જે ડેટા લીક થયો છે તેમાં વિદ્યાર્થીઓના યૂઝર્સનેમ, પાસવર્ડ, લાસ્ટ લોગઇન ડેટ, ઇ-મેઇલ આઇડી, આખું નામ, એકાઉન્ટ સ્ટેટસ અને એકાઉન્ટ પ્રોફાઇલ જેવી જરૂરી જાણકારી સામેલ છે. જણાવી દઇએ કે અનએકેડમીની માર્કેટ વેલ્યૂ અંદાજે 3798 કરોડ રૂપિયા છે.

આ વાતની પુષ્ટિ કરતા અનએકેડમીના સહ-સ્થાપક તેમજ ચીફ ટેકનિકલ ઓફિસર હેમેશ સિંહાએ જણાવ્યું હતું કે, અમે અમારા ડેટાની તપાસ કરી છે તે મુજબ 11 મિલિયન વિદ્યાર્થીઓની કેટલીક જાણકારી લીક થઇ છે તે વાતની અમે પુષ્ટિ કરીએ છીએ. અમે આ સ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યા છીએ.

નોંધનીય છે કે અનએકેડમીને હાલમાં જ ફેસબૂક, જેનરલ એટલાંટિક તેમજ Sequoiaની તરફથી 110 અમેરિકી ડૉલરનું ફંડિગ પ્રાપ્ત થયું હતું. આ ઘટના બાદ ફર્મે અનએકેડમીના તમામ વિદ્યાર્થીઓ અને ટીચર્સને પણ પોતાનો પાસવર્ડ તરત બદલવાની સલાહ આપી છે.

(સંકેત)

Related posts
SPORTSગુજરાતી

હવે એબી ડિવિલિયર્સ ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી, ક્રિકેટ ફેન્સમાં નારાજગી

એબી ડિવિલિયર્સની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસીની અટકળોનો આવ્યો અંત હવે એબી ડિવિલિયર્સ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નહીં કરે વાપસી સંન્યાસ બાદ એબી ડિવિલિયર્સ હવે મેદાન…
Regionalગુજરાતી

તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળીને ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યુઃ કુલ 9ના મોત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડું અમદાવાદને ધમરોળ્યા બાદ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સમીસાંજ બાદ પાટણમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે.તેમજ બનાસકાંઠાંમાં…
ENTERTAINMENTગુજરાતી

ફિલ્મોમાં માતાનો અભિનય કરનારી અભિનેત્રી રીમા લાગુની પુણ્યતિથીઃ કેરિયરની શરૂઆત મરાઠી ફિલ્મોથી કરી હતી

મુંબઈઃ હિન્દી ફિલ્મોમાં માતાનો અભિનય કરીને લોકપ્રિય થયેલી અભિનેત્રી રીમા લાગુની આજે પુણ્યતિથી છે. વર્ષ 2017માં આજના જ દિવસે હાર્ટ એટેકથી તેમનું…

Leave a Reply