1. Home
  2. ગુજરાતી
  3. ફેસબુક મેસેંજર રૂમ્સ ભારતમાં થયું લાઇવ, હવે 50 લોકો સાથે વીડિયો કોલિંગ થશે
ફેસબુક મેસેંજર રૂમ્સ ભારતમાં થયું લાઇવ, હવે 50 લોકો સાથે વીડિયો કોલિંગ થશે

ફેસબુક મેસેંજર રૂમ્સ ભારતમાં થયું લાઇવ, હવે 50 લોકો સાથે વીડિયો કોલિંગ થશે

0
  • ફેસબુક મેસેંજર રૂમ ભારતમાં થયું લાઈવ
  • 50 લોકો એક સાથે કરી શકશે વીડિયો કોલ
  • વીડિયો કોલ માટે ફેસબુક એકાઉન્ટ જરૂરી નથી

ફેસબુકે મેસેંજર રૂમ ફિચરને લાઈવ કરી દીધું છે. હવે કોઈપણ ફેસબુક મેસેંજરથી એક સાથે 50 જેટલા લોકો વીડિયો કોન્ફરન્સિંગ કરી શકે છે, જોકે ફેસબુકે મેસેંજરમાં આ ફીચર ગયા મહિનાથી જ લોન્ચ કર્યું હતું. પરંતુ હવે તે બધા માટે ઉપલબ્ધ કરી દીધું છે. ખાસ વાત એ છે કે મેસેંજર રૂમ વીડિયો કોલિંગમાં કોઈપણ એક ઇન્વાઇટ લિંક દ્વારા જોડાઈ શકે છે, પછી ભલે તે ફેસબુકનો ઉપયોગ ન કરે.

મેસેંજર રૂમમાં ઝૂમ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. ફેસબુક મેસેંજર રૂમમાં આગ્યુમેંટ રિયલિટી ઇફેક્ટ પણ મળશે. આ સિવાય ક્રીયેટરની પાસે તે વિકલ્પ હશે કે જેને તે રૂમમાં બતાવવા અને જોડાવા માંગે છે. આ પછી તે કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિને રૂમમાંથી રિમૂવ કરી શકે છે.

મેસેંજરમાં રૂમ કેવી રીતે ક્રીએટ કરી શકાય?

હવે, જો રૂમ બનાવવાની વાત કરીએ તો જે રીતે તમે ફેસબુક મેસેંજર પર ગ્રૂપ બનાવો છો, તેવી રીતે તમે પણ એક રૂમ બનાવી શકો છો. જો તમે ફેસબુક મેસેંજરમાં રૂમ બનાવીને લોકો સાથે વીડિયો કોલિંગ કરવા માંગતા હો, તો પહેલા તમારા ફોન પર ફેસબુક મેસેંજર એપ્લિકેશન ડાઉનલોડ કરો.

તે પછી ચેટિંગ પર જાઓ. લોગિન કર્યા પછી તમે નીચેની સાઈડ People વિકલ્પ જોવા મળશે, જેના પર ક્લિક કરીને તમને ટોચ પર Creat a room જોવા મળશે,તેના પર ક્લિક કરીને તમે રૂમ બનાવી શકો છો.

(દેવાંશી)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.