1. Home
  2. ગુજરાતી
  3. ફેસબૂક બદલશે WhatsApp-Instagramનું નામ, હવે ફોનમાં આ રીતે દેખાશે
ફેસબૂક બદલશે WhatsApp-Instagramનું નામ, હવે ફોનમાં આ રીતે દેખાશે

ફેસબૂક બદલશે WhatsApp-Instagramનું નામ, હવે ફોનમાં આ રીતે દેખાશે

0

ફેસબૂક ઇંક એ ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપમાં પોતાનું નામ ઉમેરવાનું શરૂ કર્યું છે. જી હા, ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપનું નામ પણ બદલી જશે, કારણ કે ફેસબૂક તેના પર તેનું બ્રાન્ડિંગ શરૂ કરવા જઇ રહ્યું છે. સોશિયલ મીડિયા નેટવર્ક ફેસબૂક એ કેટલાક વર્ષ અગાઉ વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ શેરિંગ એપની ખરીદ કરી હતી. પરંતુ આ બન્ને પ્લેટફોર્મ પર ફેસબૂકનો ક્યાંય ઉલ્લેખ નથી. પરંતુ હવે કંપનીનું નામ જોડાવાથી યૂઝર્સને ખબર પડશે કે વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ બન્ને ફેસબૂકનો હિસ્સો છે.

રિપોર્ટ અનુસાર ફેસબૂક એ ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ કર્મચારીઓને તેની રિબ્રાન્ડિંગની યોજના અંગે જણાવ્યું છે.

ફેસબૂક દ્વારા આ વાતની પુષ્ટિ કરાઇ છે કે તે વ્હોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનું નામ બદલવા જઇ રહી છે. ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામને ‘Instagram from facebook’ અને વ્હોટ્સએપને ‘WhatsApp from Facebook’ કરવામાં આવશે.

પહેલીવાર એપ્લિકેશન ડાઉનલોડ કરનારને નવું નામ જોવા મળશે. અર્થાત એપલ અને ગૂગલના પ્લેસ્ટોર પર યૂઝર્સને નવા નામે એપ જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.