in ,

તો ફેસબૂકને ભરવો પડશે રૂ.34000 કરોડનો જંગી દંડ, આ છે મામલો

અમેરિકી રેગ્યુલેટર ફેડરલ ટ્રેક કમીશને ડેટા લીક મામલે ફેસબૂક પર રૂ.34000 કરોડનો દંડ ફટકારવાની ભલામણ કરી છે. વિશ્વની કોઇપણ ટેક કંપની પરની આ સૌથી મોટી પેનલ્ટી સાબિત થશે. આ પહેલા 2012માં ગૂગલ પર 154 કરોડનો દંડ ફટકારાયો હતો. ફેસબૂક પર આ દંડ લેવાનો અંતિમ નિર્ણય અમેરિકી કોર્ટ કરશે. માર્ચ 2018માં ફેસબૂકનો ડેટા લીકનો સૌથી મોટો મામલો બહાર આવ્યો હતો. એફટીસીએ ફેસબૂકને યૂઝર્સની ગોપનીય માહિતી અને સુરક્ષામાં ચૂક રાખવા બદલ દોષિત ઠેરવી છે.

બ્રિટિશ કન્સલટન્સી ફર્મ કૈમ્બ્રિજ એનાલિટિકાને ડેટા લીક કરવાના મામલામાં ફેસબૂકના સીઇઓ માર્ક ઝકરબર્ગને અમેરિકી સંસદમાં હાજર કરાયા હતા. ત્યારબાદ એફટીસીએ તપાસ શરૂ કરી હતી.

ફેસબૂકે તપાસ થયા બાદ કાનૂની વાટાઘાટો કરીને સમાધાન માટે 3થી 5 અબજ ડોલરના સેટલમેન્ટનો પણ પ્રસ્તાવ રાખ્યો હતો. એફટીસીએ પણ મામલાની તપાસ પૂર્ણ કરવા માટે આ જ શરતોને અનુસાર કંપની પર દંડ લાદવાની રકમ નક્કી કરી હતી. જો કે પેનલ્ટીની રકમ ફેસબૂકની 2018ની રેવેન્યૂના માત્ર 9 ટકા બરાબર છે.

શું કેમ્બ્રિજ એનાલિટિકા ડેટા લીક વિવાદ?
બ્રિટિશ કન્સલટન્સી ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાએ ફેસબૂકના 8.7 કરોડ યૂઝર્સના ડેટા મેળવ્યા હતા. ફેસબૂકને આ વાતની જાણકારી હતી. કેમ્બ્રિજ એનાલિટિકાએ આ ડેટાનો ઉપયોગ અમેરિકામાં 2016માં યોજાયેલી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીને પ્રભાવિત કરવામાં માટે કર્યો હતો. આ કેસની એફટીસી ઉપરાંત અમેરિકી શેરબજારની નિયમનકાર સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન તેમજ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ પણ તપાસ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

મોસ્ટ પોપ્યૂલર 5 એક્ટ્રેસની ફિટનેસનુ રહસ્ય એક્સરસાઈઝ

કર્ણાટક સંકટઃ કોંગ્રેસના 5 બળવાખોળ સાંસદો સુપ્રીમ કોર્ટ પહોંચ્યાઃરાજીનામા સ્વીકારો