1. Home
  2. ગુજરાતી
  3. હવે કોરોના ટ્રેકિંગ માટે વિશ્વની બે દિગ્ગજ કંપની Google અને Apple એ મિલાવ્યા હાથ
હવે કોરોના ટ્રેકિંગ માટે વિશ્વની બે દિગ્ગજ કંપની Google અને Apple એ મિલાવ્યા હાથ

હવે કોરોના ટ્રેકિંગ માટે વિશ્વની બે દિગ્ગજ કંપની Google અને Apple એ મિલાવ્યા હાથ

0

ટેક વિશ્વની બે દિગ્ગજ કંપની ગૂગલ અને એપલએ કોરોનાના કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે એકબીજા સાથે હાથ મિલાવ્યા છે. બંનેએ એક સંયુક્ત યાદી પ્રગટ કરીને આ માહિતી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગૂગલ તેમજ એપલ બંને દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ તેઓ કોન્ટેક્ટ ટ્રેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી તેમના યૂઝર્સને તેઓ કોઇ કોવિડ-19ના પોઝિટિવ દર્દીના સંપર્કમાં કે સમીપ આવ્યા છે કે કેમ તે અંગે એલર્ટ કરી દેશે. આ ટેક્નોલોજી બ્લૂટૂથ આધારિત હશે.

બંને કંપનીઓ પોતપોતના એપ સ્ટોરમાં આગામી મે મહિનામાં એપ્પસ રિલિઝ કરશે. આ એપ બ્લ્યૂટૂથ આધારિત કોન્ટેક ટ્રેસિંગ પ્લેટફોર્મ હશે. બંને કંપનીઓનાં ટૂલ્સ એન્ડ્રોઇડ અને આઇઓએસ ડિવાઇસ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી ધરાવતાં હશે.

એપલના સીઇઓ ટીમ કૂકે જણાવ્યું  હતું કે કોન્ટેક ટ્રેસિંગ થકી કોવિડ-19ના પ્રસારને ધીમો પાડવામાં મદદ મળશે અને કોઇ યૂઝરની પ્રાઇવસીનું ઉલ્લંઘન કર્યા વિના આ હેતુ સિદ્ધ કરી શકાશે.

કૂકના જણાવ્યા અનુસાર એપલ કંપની ગૂગલ સાથે જોડાઇને આરોગ્ય અધિકારીઓને પારદર્શકતા અને સંમતિ બંને સચવાય તે રીતે બ્લૂટૂથ ટેક્નોલોજીના ઉપયોગમાં મદદ કરી રહી છે.

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ પણ ટીમ કૂકની સંવેદનાનો પડઘો પાડતાં કહ્યું છે કે ગૂગલના કોન્ટેક ટ્રેસિંગમાં યૂઝર પોતાની પ્રાઇવસી પર સંપૂર્ણ અંકુશ અને સંરક્ષણ ધરાવતા હોય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

બ્લૂટૂથનો ઉપયોગ કરીને કોઇપણ ફોનનું લોકેશન ટ્રેક કરી શકાય છે. સેલ્યુલર સિગ્નલ કે જીપીએસ કરતાં પણ બ્લૂટૂથ વધારે સચોટ લોકેશન ડેટા ઉપલબ્ધ કરાવે છે. ગૂગલ અને એપલ જે એપીઆઇ ઉપલબ્ધ કરાવશે તેનો ઉપયોગ કરીને ડેવલપર્સ બ્લૂટૂથ આધારિત એવાં એપ બનાવી શકશે જે લોકોને તેઓ કોઇ કોવિડ-19ના દર્દીની સમીપ આવ્યા છે કે નહીં તેની જાણ કરશે.

નોંધનીય છે કે ભારત સરકારે બ્લૂટૂથ આધારિત કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે આરોગ્ય સેતુ એપ લોન્ચ કરી દીધું છે. કોવિડ-19નો પ્રસાર અટકાવવા માટે કોન્ટેક ટ્રેસિંગનો અસરકારક ઉપયોગ સાઉથ કોરિયાએ સૌ પ્રથમ કર્યો  હતો.સિંગાપોરમાં પણ આ ટેક્નોલોજી અજમાવવામાં આવી રહી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.