1. Home
  2. ગુજરાતી
  3. ગૂગલ આ કામ માટે તમને આપશે 10 કરોડનું ઇનામ…
ગૂગલ આ કામ માટે તમને આપશે 10 કરોડનું ઇનામ…

ગૂગલ આ કામ માટે તમને આપશે 10 કરોડનું ઇનામ…

0
  • ગૂગલે એન્ડ્રોઇડ બગ બાઉન્ટી રિવૉર્ડની કરી જાહેરાત
  • બગ શોધનારને મળશે 10 કરોડ 75 લાખ રૂપિયાનું ઇનામ
  • M Chip હેક કરનારને મળશે આ ઇનામ

ગૂગલએ એન્ડ્રોઇડ બગ બાઉન્ટી રિવૉર્ડની જાહેરાત કરી છે. આ રિવૉર્ડ મેળવવા માટે તમારે કંપનીના પિક્સલ સિરીઝના ફોનમાં બગ શોધવો પડશે અને જો તમે તે બગ શોધી દેશો તો તમને ગૂગલ તરફથી રિવૉર્ડ તરીકે 10 લાખ ડૉલરનું ઇનામ મળશે. તે ઉપરાંત એન્ડ્રોઇડના કેટલાક ખાસ પ્રિવ્યૂ વર્ઝનમાં બગ શોધનાર રિસર્ચરને પણ 50 ટકાનું વધારાનું બોનસ આપવામાં આવશે. બન્નેની સાથે ઇનામની કુલ રકમ 15 લાખ ડૉલર એટલે કે 10 કરોડ 75 લાખ રૂપિયા થશે. આ ઇનામ પિક્સલ ડિવાઇઝના M Chip ને હેક કરનારને આપવામાં આવશે.

જણાવી દઇએ કે ગત વર્ષે લૉન્ચ થયેલા ગૂગલ પિક્સલ 3 અને પિક્સલ 4માં એમ ચિપ ઇન્સ્ટોલ કરાઇ છે. આ એક સેપરેટ ચીપ છે જે ફોનમાં સેંસિટિવ ડેટા અને પ્રોસેસ જેમ કે વેરીફાઇડ બૂટ, ઑન ડિવાઇઝ ડિસ્ક એનક્રિપ્શન, લૉક સ્ક્રીન પ્રોટેક્શન, સિક્યોર ટ્રાંઝેક્શનને પરફોર્મ કરે છે. ગૂગલનું કહેવું છે કે આ ઇનામ તે માટે અપાઇ રહ્યું છે કે રિસર્ચર તેમાં રહેલી ખામી શોધી શકે જેથી કરીને યૂઝર્સને વધુ બહેતર સર્વિસ આપી શકાય.

જણાવી દઇએ કે એપલના આઇફોન સિક્યોર એલીમેંટાની જેમ જ Titan Chip એક સિક્યોરિટી ચિપ છે જે એન્ડ્રોઇડ ફૉન ઑન કરવા સાથે જ કોઇ હેકર પિક્સલ ડિવાઇઝ પર માલવેર લૉડ કરવાન કોશિશ કરી રહ્યો છે કે કેમ તેને ટ્રેક કરી લે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગૂગલે અગાઉ પણ બાઉંટી પ્રોગ્રામ શરૂ કર્યો હતો જેમાં ઇનામમાં યૂઝર્સને 38 હજાર ડૉલરનું ઇનામ અપાયું હતું. સિક્યોરિટી રિસર્ચરએ આ સપ્તાહે દાવો કર્યો હતો કે ગૂગલ પિક્સલ સ્માર્ટફોનનો કેમેરા તમારી જાસૂસી કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.