1. Home
  2. ગુજરાતી
  3. ખતરામાં છે તમારો ડેટા, 13 લાખ ભારતીય ડેબિટ-ક્રેડિટ કાર્ડની વિગતો ઓનલાઇન છે ઉપલબ્ધ
ખતરામાં છે તમારો ડેટા, 13 લાખ ભારતીય ડેબિટ-ક્રેડિટ કાર્ડની વિગતો ઓનલાઇન છે ઉપલબ્ધ

ખતરામાં છે તમારો ડેટા, 13 લાખ ભારતીય ડેબિટ-ક્રેડિટ કાર્ડની વિગતો ઓનલાઇન છે ઉપલબ્ધ

0

ભારતમાં અંદાજે 13 લાખ ડેબિટ અને ક્રેડિટ કાર્ડની વિગતો વેચાણ માટે ઉપલબ્ધ છે. ડાર્ક વેબ પર અત્યારસુદીનો સૌથી મોટો ડેબિટ ક્રેડિટ કાર્ડ કેશે છે અને તેમાં 98 ટકા ભારતીય બેંકોના કાર્ડ્સ છે.

Group-IB સાઇબર સિક્યોરિટી અનુસાર 13 લાખ કાર્ડની વિગતો એક વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ZDNetના એક રિપોર્ટ અનુસાર Group IB એ કહ્યું કે આ કાર્ડ્સની વિગતો 100 ડૉલરમાં વેચાઇ રહી છે.

હેકર્સ સામાન્યપણે બલ્કમાં કાર્ડની વિગતો ખરીદે છે અને ત્યારબાદ તેનો એક એક કરીને ઉપયોગ કરે છે અને સફળ થવા પર અનેક લોકોના પૈસાની ઉચાપત કરે છે. જો કે કાર્ડના સ્ત્રોત વિશે માહિતી નથી મળી.

જો કે એનાલિસિસથી માલુમ પડ્યું છે ખાસ કરીને ATM અને PoS સિસ્ટમમાં ઇન્સ્ટોલ સ્કિમિંગ ડિવાઇઝથી આ વિગતો એકત્ર કરાઇ છે. સ્કિમિંગ એક એવી કીમિયો છે જેના મારફતે હેકર્સ કાર્ડ હોલ્ડરની વિગતો મેળવે છે. આ માટે એટીએમ અથવા PoS મશીનમાં એક નાની ડિવાઇઝ લગાડાય છે.

નોંધનીય છે કે 12 લાખ ડેબિટ ક્રેડિટ કાર્ડની જે જાણકારીઓ વેબસાઇટ પર અપલોડ કરાઇ છે તે એ ડેટા છે જે પેમેન્ટ કાર્ડની મેગનેટિક સ્ટ્રિપ પર હોય છે. સ્કિમિંગ પદ્વતિ હેઠળ આ પ્રકારની વિગતો એકત્ર કરાય છે.

રિપોર્ટ અનુસાર આ દરેક ભારતીયોના કાર્ડની વિગતો જોકર સ્ટેશ પર અપલોડ કરાઇ છે જે પેમેન્ટ કાર્ડ ડેટા માટે પ્રખ્યાત ડાર્ક વેબ ડેસ્ટિનેશન છે. અહીંયાથી હેકર્સ કાર્ડ્સની વિગતો ખરીદે છે અને ATMમાંથી પૈસા ઉપાડવા માટે કાર્ડ ક્લોનિંગ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.