1. Home
  2. ગુજરાતી
  3. આપના સ્માર્ટફોનમાંથી આ ખતરનાક ઍપ્સને હમણાં જ દૂર કરો, ગૂગલે પણ કરી દૂર
આપના સ્માર્ટફોનમાંથી આ ખતરનાક ઍપ્સને હમણાં જ દૂર કરો, ગૂગલે પણ કરી દૂર

આપના સ્માર્ટફોનમાંથી આ ખતરનાક ઍપ્સને હમણાં જ દૂર કરો, ગૂગલે પણ કરી દૂર

0

દુનિયાભરના એન્ડ્રોઇડ સ્માર્ટફોન હાલ Agent Smith નામના વાઇરસની ઝપેટમાં આવ્યા છે ત્યારે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે. ચેકપોઇન્ટ નામની સિક્યોરિટી કંપનીએ આ માલવેરથી ભારતના જ 1.5 કરોડ યૂઝર્સ પ્રભાવિત થયા હોવાની જાણકારી આપી હતી.

સિક્યોરિટી ફર્મ Checkpoint એ કહ્યું છે કે ગૂગલ સાથે મળીને તેને દૂર કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ માલવેર થર્ડ પાર્ટી એપ સ્ટોરના માધ્યમથી એન્ડ્રોઇડમાં પ્રવેશ્યો છે, તેથી જ યૂઝર્સે સતર્ક રહેવું આવશ્યક છે.

આ ઍપ્સને તુરંત જ આપના સ્માર્ટફોનમાંથી દૂર કરો

Ludo Master – New Ludo Game 2019 For Free
Sky Warriors: General Attack
Color Phone Flash – Call Screen Theme
Bio Blast – Infinity Battle Shoot virus
Shooting Jet
Photo Projector
Gun Hero — Gunman Game for Free
Cooking Witch
Blockman Go: Free Realms & Mini Games
Crazy Juicer – Hot Knife Hit Game & Juice Blast
Clash of Virus
Angry Virus
Rabbit Temple
Star Range
Kiss Game: Touch Her Heart
Girl Cloth Xray Scan Simulator

Google દ્વારા માલવેરથી પ્રભાવિત ઉપરની આ એપ્સને પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે. જો ઉપર દર્શાવેલી આ 16 ઍપ્સમાંથી તમારા ફોનમાં પણ કોઇ ઍપ હોય તો તેને ત્વરિત જ હટાવી લેવાની સલાહ છે. કારણ કે ગૂગલ તેના પ્લે સ્ટોરમાંથી આ પ્રકારની માલવેરથી પ્રભાવિત ઍપ્સ દૂર કરી શકે છે પરંતુ યૂઝર્સના ફોનમાંથી તે આ પ્રકારની ઍપ્સ દૂર કરી શકે તે શક્ય નથી. તેથી જ તમારે ખુદે આ કામ કરવું પડશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.