1. Home
  2. ગુજરાતી
  3. 1 જાન્યુઆરીથી હટી શકે IUC ચાર્જ, TRAIની બેઠકમાં IUC ચાર્જ નાબૂદ કરવાને ભારે સમર્થન
1 જાન્યુઆરીથી હટી શકે IUC ચાર્જ, TRAIની બેઠકમાં IUC ચાર્જ નાબૂદ કરવાને ભારે સમર્થન

1 જાન્યુઆરીથી હટી શકે IUC ચાર્જ, TRAIની બેઠકમાં IUC ચાર્જ નાબૂદ કરવાને ભારે સમર્થન

0
  • મોબાઇલ ઑપરેટર્સ તરફથી લાગૂ થનારા IUC ચાર્જ પર સમીક્ષા બેઠક યોજાઇ
  • મોટા ભાગના લોકોએ IUC ચાર્જ નાબૂદ કરવાને લઇને આપ્યું સમર્થન
  • 1 જાન્યુઆરી 2020થી IUC ચાર્જ નાબૂદ થઇ શકે

મોબાઇલ ઑપરેટર્સ તરફથી લાગૂ થનારા ઇંટરકનેક્ટિવિટી ચાર્જની સમીક્ષાને લઇને યોજાયેલી TRAIની બેઠકમાં મોટા ભાગના લોકોએ મોબાઇલ કૉલ ટરમિનેશન પર 6 પૈસાના શુલ્કને નાબૂદ કરવાના સમર્થનમાં રહ્યા હતા. ટેલિકૉમ ઑપરેટર્સ વોડાફોન-આઇડિયા અને એરટેલ સિવાય મોટા ભાગના શેરધારકો IUC ચાર્જ હટાવવાના પક્ષમાં છે અને તેઓનું કહેવું છે કે IUC હટાવવાથી લોકોને સસ્તી સેવા મળી શકશે.

ટ્રાઇના આ ઓપન હાઉસમાં દેશભરના ગ્રાહકો ઉપરાંત 155 લોકોએ ભાગ લીધો હતો, જેમાં રિલાયન્સ જીઓ, BSNL અને MTNL જેવા મોબાઇલ ઑપરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ TRAI એ 1 જાન્યુઆરી 2020થી IUCને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માર્ગદર્શિકા જારી કરી હતી અને હવે ઓપન હાઉસમાં આ માટે ચર્ચા કરવાના માટે લોકોને બોલાવાયા હતા અને પૂછવામાં આવ્યું હતું કે શું 1 જાન્યુઆરી 2020થી લાગૂ થનારા બિલ અને કીપ શાસનને સ્થગિત કરવાની આવશ્યકતા છે કે કેમ.

દૂરસંચાર આયોગના પૂર્વ સદસ્ય એસએસ સિરોહીએ કહ્યું કે ઓપન હાઉસ 2017ના ટ્રાઇ રેગ્યુલેશન પેપરના હિસાબથી આ પહેલા જ નિર્ધારિત કરાયું હતું કે 1 જાન્યુઆરી 2020થી IUC ચાર્જને સમાપ્ત કરવામાં આવશે.

સિરોહીએ કહ્યું કે 1 જાન્યુઆરીની તારીખને સ્થગિત કરવાની આવશ્યકતા નથી અને ટ્રાઇ પરામર્શ પત્ર જેમ કે ટ્રેફિક એસિમેટ્રી અને કૉલના વપરાશમાં ઉઠાવેલા મુદ્દાઓને વ્યાપક ચર્ચા-વિચારણા બાદ ટ્રાઇ 2017ના પેપરમાં પહેલા જ તેનો ઉકેલ આવી ગયો છે અને એ નિર્ણય લેવાયો છે કે B&K શાસન દૂરસંચાર માટે સૌથી સારું શાસન છે અને તેને ટૂંક સમયમાં લાગૂ કરવામાં આવે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.