1. Home
  2. ગુજરાતી
  3. 10 કરોડ યૂઝર્સની જાસૂસી કરનાર આ એપ તમારા સ્માર્ટફોનમાં હોય તો તરત કરો ડિલીટ
10 કરોડ યૂઝર્સની જાસૂસી કરનાર આ એપ તમારા સ્માર્ટફોનમાં હોય તો તરત કરો ડિલીટ

10 કરોડ યૂઝર્સની જાસૂસી કરનાર આ એપ તમારા સ્માર્ટફોનમાં હોય તો તરત કરો ડિલીટ

0

આજના ટેક્નોલોજીના જમાનમાં યૂઝર્સ તેના સ્માર્ટફોનમાં અનેકવિધ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને તેના પર નિર્ભર રહે છે પરંતુ કેટલીક એપ્સ એવી પણ હોય છે જે યૂઝર્સના ફોનની જાસૂસી કરે છે. આવી જ એક એપ છે SuperVPN Free VPN Client. વિશ્વભરમાં આ એપ 10 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઇ ચૂકી છે. આ એપથી હેકર્સ યૂઝર્સના ફોનની જાસૂસી કરે છે.

વર્ષોથી આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર જોવા મળતી હતી. સંશોધકોને ખ્યાલ આવ્યો કે તેમાં કેટલાક કોડ છૂપાયેલા છે. આ કોડ યૂઝર્સના ડેટાને નુકસાન પહોંચાડે છે. આ એપથી યુઝર્સના પર્સનલ અને પ્રોફેનલ ડેટાની સાથે બેંકિંગ ડિટેલ્સને પણ હેક કરી શકે છે.

કેવી રીતે કરે છે જાસૂસી

એપ્લિકેશનમાં હાજર કોડ હેકર્સને ફોનમાં થનારી તમામ પ્રકારની જાણકારી આપે છે. હેકર્સ આ એપ દ્વારા ચાલાકીથી યુઝર્સની ડિવાઈસ અને વીપીએન પ્રોવાઈડરને કોમ્યુનિકેશન ડીકોડ કરી શકે છે. એવામાં જ્યારે પણ યુઝર દ્વારા ક્રોમ બ્રાઉઝર અથલા વીડિયો કોલનો ઉપયોગ થાય છે તો તેની સમગ્ર જાણકારી સર્વર અને સ્માર્ટફોન દ્રારા હેકર્સ સુધી પહોંચી જાય છે. વીપીએન પ્રો એ આ ખતરાની જાણકારી ગૂગલને આપી છે. સુપર વીપીએનના લેટેસ્ટ વર્ઝનમાં પણ આવી નબળાઈઓ આવે છે. જેના કારણે યુઝર્સની પ્રાઈવસી જોખમમાં મુકાઈ છે.

હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પરથી તેના ખતરનાક વર્ઝનને હટાવી દેવામાં આવ્યું છે પરંતુ જો તમારા સ્માર્ટફોનમાં પણ આ એપ્લિકેશન હોય તો તેને તુરંત જ ડીલિટ કરી નાખો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.