1. Home
  2. ગુજરાતી
  3. જાસૂસી મામલો: વોટ્સએપે કહ્યું – યૂઝર્સની સુરક્ષા-ગોપનીયતા જ કંપનીની પહેલી પ્રાથમિકતા
જાસૂસી મામલો: વોટ્સએપે કહ્યું – યૂઝર્સની સુરક્ષા-ગોપનીયતા જ કંપનીની પહેલી પ્રાથમિકતા

જાસૂસી મામલો: વોટ્સએપે કહ્યું – યૂઝર્સની સુરક્ષા-ગોપનીયતા જ કંપનીની પહેલી પ્રાથમિકતા

0
  • જાસુસીના મામલામાં ઘેરાયેલી વોટ્સએપે નિવેદન જારી કર્યું
  • ગોપનીયતા અને સુરક્ષા જ અમારી પ્રાથમિકતા – વોટ્સએપ
  • Pegasus નામના સ્પાઇવેરથી પત્રકારો, માનવાધિકાર કાર્યકરોની કરાઇ જાસૂસી

જાસૂસીને લઇને સરકારના રડારમાં આવ્યા બાદ હવે વોટ્સએપે એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું છે કે યૂઝર્સની સુરક્ષા અને ગોપનીયતા જ તેઓની પહેલી પ્રાથમિકતા છે. મે મહિનામાં જ અમે સુરક્ષાથી જોડાયેલા મામલાને ઉકેલ્યો હતો અને તેની જાણકારી પણ ભારતીય અધિકારીઓને આપી હતી.

વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું હતું કે સુરક્ષા અને ગોપનીયતા અંગેની ભારત સરકારની ચિંતાથી અમે સહમત છીએ. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કંપનીએ મોટા પગલાં ભર્યા છે. યૂઝર્સના ડેટા સાથે છેડછાડ ના થાય તેની કાળજી રાખીએ છીએ. કંપની યૂઝર્સની સુરક્ષા પ્રત્યે કટિબદ્વ છે.

નોંધનીય છે કે જાસૂસી મામલામાં વોટ્સએપ પર કાવતરાનો આરોપ છે. ટેલિકોમ મંત્રાલય સતત વોટ્સએપથી સંદેશાઓના સ્ત્રોત સુરક્ષા એજન્સીઓને આપવા માટે માંગ કરી રહ્યા છે છત્તાં કંપની ગોપનીયતાને કારણે માહિતી આપવાનો ઇનકાર કરી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.