1. Home
  2. ગુજરાતી
  3. WhatsApp અપડેટ કરશે તેનું વીડિયો કોલ ફીચર, આટલા લોકોને કરી શકશો એકસાથે Video Call
WhatsApp અપડેટ કરશે તેનું વીડિયો કોલ ફીચર, આટલા લોકોને કરી શકશો એકસાથે Video Call

WhatsApp અપડેટ કરશે તેનું વીડિયો કોલ ફીચર, આટલા લોકોને કરી શકશો એકસાથે Video Call

0
  • વોટ્સએપમાં વીડિયો કોલનો ઉપયોગ કરતા યૂઝર્સ માટે સારા સમાચાર
  • વોટ્સએપ ટૂંક સમયમાં વીડિયો કોલમાં પાર્ટિસિપન્ટની સંખ્યામાં વધારો કરશે
  • ત્યારબાદ તમે 4 ને બદલે એકસાથે 8 લોકોને વીડિયો કોલ કરી શકશો

હાલમાં જ્યારે લોકડાઉન છે ત્યારે લોકો એકબીજાના સંપર્કમાં રહેવા માટે વોટ્સએપ, ફેસબૂક મેસેન્જર, ઝૂમ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે. જો કે વોટ્સએપમાં માત્ર 4 લોકો સાથે જ વીડિયો કોલ થતો હોવાથી યૂઝર્સ પરેશાન છે. જો કે હવે વોટ્સએપ યૂઝર્સ માટે એક સારા સમાચાર છે. WABetaInfo એ જાણકારી આપી છે કે હવે કંપની વોઇસ તેમજ વીડિયો કોલમાં પાર્ટિસિપન્ટની સંખ્યા વધારવા પર કામ કરી રહી છે. વોટ્સએપ પર હવે પહેલાથી બમણા લોકો એક સાથે વાત કરી શકશે.

WABetaInfoએ જણાવ્યું કે, iOS અને એન્ડ્રોઇડના વીટા વર્ઝન પર જોવા મળ્યું કે હવે ગ્રુપ કોલિંગમાં 8 લોકો ઉમેરાઇ શકે છે.

જો કે આ નવું અપડેટ Android બીટા અને iOS  બીટા માટે રોલઆઉટ થયું છે. જો તમે બીટા ટેસ્ટર છો અને તમને આ અપડેટ હજુ સુધી નથી મળી તો તમારે એપને ફરીથી ઇન્સ્ટોલ કરવાની રહેશે.

જો કે તેનો ઉપયોગ કરવા માટે શરત એ છે કે દરેક યૂઝર્સ પાસે તેનું લેટેસ્ટ વર્ઝન ઇન્સ્ટોલ કરેલું હોય તે આવશ્યક છે. જો કોઇ પાસે લેટેસ્ટ વર્ઝન નહીં હોય તો તે વીડિયો કોલમાં સામેલ નહીં થઇ શકે.

જો કે આ નવું વોટ્સએપ ફીચર તમામ વોટ્સએપ યૂઝર્સ માટે ક્યારે આવશે, તેની કોઇ હાલ જાણકારી નથી. જો કે બીટા વર્ઝન રિલીઝ થયા બાદ તમામ યૂઝર્સ માટે તેને રોલ આઉટ કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરાઇ રહી છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.