1. Home
  2. ગુજરાતી
  3. WhatsApp ના આ 5 ફીચર્સ, જે આપના માટે બનશે ઉપયોગી
WhatsApp ના આ 5 ફીચર્સ, જે આપના માટે બનશે ઉપયોગી

WhatsApp ના આ 5 ફીચર્સ, જે આપના માટે બનશે ઉપયોગી

0

વોટ્સએપ તેના યૂઝર્સના ચેટ અનુભવને વધુને વધુ બહેતર બનાવવા માટે સમયાંતરે નવા નવા ફીચર્સ લૉન્ચ કરતું રહે છે. છેલ્લા કેટલાક સમયમાં પણ વોટ્સએપ દ્વારા કેટલાક ફીચર્સ લૉન્ચ કરવામાં આવ્યા છે જે આપની માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો જાણીએ આ પાંચ ફીચર્સ વિશે.

પ્રોફાઇલ ફૉટો નહીં થાય સેવ – હવે વોટ્સએપ યૂઝર્સના પ્રોફાઇલ ફોટો સેવ કરવાનો વિકલ્પ બંધ કરવામાં આવ્યો છે. કંપનીને યૂઝર્સની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને આવું કર્યું છે. પરંતુ હજુ પણ સ્ક્રીનશોટનો વિકલ્પ ઉપલબ્ધ છે. જો કંપનીએ સ્ક્રીનશોટ્સનો વિકલ્પ પણ બંધ કર્યો હોત તો વધુ બહેતર હોત.

આલ્બમ ફીચર્સમાં સુધારો – હવે વોટ્સએપ પર ફોટો મોકલવાથી કે મેળવવાથી આપની પાસે વધુ જાણકારી હશે. તમે જાણી શકશો કે આલ્મબમાં કેટલાક ફોટો છે અને ફાઇલની સાઇઝ શું છે. આલ્બમના લે આઉટમાં પણ ફેરફાર કરાયો છે.

કોઇ બીજા વ્યક્તિને નહીં જાય ફોટો – આ ફીચર્સ અંતર્ગત જો તમે WhatsApp પર કોઇને ફોટો સેંડ કરો છો તો જેને મોકલો છો તેનું નામ પણ આવશે. પહેલા આ પ્રકારનું ફીચર ના હોવાથી અનેક યૂઝર્સના ફોટો અન્ય યૂઝર્સ પાસે જતા હતા. ખાસ કરીને જો કોઇ યૂઝરે પ્રોફાઇલ ફોટો ના રાખી હોય ત્યારે વધુ થતું.

ફૉર્વર્ડ કાઉંટ ફીચર – WhatsApp એ થોડાક સમય પહેલા જ આ પ્લેટફોર્મથી ફૉર્વર્ડ કરાયેલા સંદેશામાં Forwarded નું લેબલ દેવાનું શરૂ કર્યું છે. હવે એક નવું ફીચર્સ લૉન્ચ થયું છે કે જેનાથી યૂઝર્સે એ પણ જોઇ શકશે કે તેની પહેલા આ મેસેજને કેટલાક લોકોએ ફોરવર્ડ કર્યો છે. ખાસ કરીને ફેક ન્યૂઝ પર રોક લગાવવા માટે આ ફીચર લૉન્ચ કરાયું છે.

WhatsApp ઓપન કર્યા વગર મોકલો સંદેશ – જો કે આ નવું ફીચર્સ ના હોવા છતાં અનેક યૂઝર્સ આ ફીચર્સથી અજાણ છે. જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝ કરતા હોવ તો સીધા જ ગૂગલ એપ પર સર્ચમાં જઇને WhatsApp ઓપન કર્યા વગર કોઇને પણ સંદેશ મોકલી શકો છો.

તે માટે સર્ચમાં જઇને WhatsApp લખો, ત્યારબાદ send a WhatsApp message નો વિકલ્પ દેખાશે. ત્યાંથી તમે સંપર્ક શોધીને સીધા જ WhatsApp મેસેજ કરી શકો છો અને આ માટે આપે WhatsApp ઓપન કરવાની પણ જરૂર નથી. તે માટે આપના WhatsApp માં લૉગ્ડ ઇન હોવું જરૂરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.