1. Home
  2. Regional
  3. ગુજરાતમાં અસલામત દીકરીઓઃ ડીસામાં સગીરા સાથે બળાત્કાર ગુજારીને કુવામાં ફેંકી દેવાઈ
ગુજરાતમાં અસલામત દીકરીઓઃ ડીસામાં સગીરા સાથે બળાત્કાર ગુજારીને કુવામાં ફેંકી દેવાઈ

ગુજરાતમાં અસલામત દીકરીઓઃ ડીસામાં સગીરા સાથે બળાત્કાર ગુજારીને કુવામાં ફેંકી દેવાઈ

0

ડીસાઃ ગુજરાતમાં યુવતીઓ અને મહિલા સાથે અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન બનાસકાંઢાના રૂપાલ ગામમાં યુવાને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ બળાત્કારીએ મિત્રો સાથે મળીને સગીરાને દોરડા વડે બાંધીને કુવામાં ફેંકી દીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વડગામના રૂપાલ ગામમાં સગીરા વસ્તુ લેવા માટે બહાર ગઈ હતી ત્યારે ગામનો જ દિનેશ દેવીપૂજક નામનો યુવાન તેની પાછળ ગયો હતો. તેમજ સુમસામ જગ્યા પર તેને એકલતાનો ગેરલાભ ઉઠાવીને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ દિનેશે પોતાના મિત્રોની મદદથી સગીરાને બાંધીને કુવામાં ફેંકી દીધી હતી. મોડે સુધી દીકરી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. 24 કલાક બાદ સગીરા કુવામાંથી મળી આવી હતી. જેથી તેને બહાર કાઢીને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ અંગે પોલીસે બળાત્કારી દિનેશ દેવીપૂજક અને તેના મિત્રો સામે ગુનો નોંધીને તેને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેને કુવામાં ફેંકી દેનારા બળાત્કારી દિનેશ સામે લોકોએ ફિટકાર વરસાવી હતી. તેમજ આરોપીઓને ઝડપી લઈને આકરી સજા કરાવવાની માંગણી કરી હતી.  

tags:

LEAVE YOUR COMMENT