1. Home
  2. Political
  3. લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ
લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

લાલુ યાદવના મોટા પુત્ર તેજપ્રતાપને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

0

બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન લાલુપ્રસાદ યાદવના મોટા પુત્ર અને રાજ્યના ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન તેજપ્રતાપ યાદવને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેની સાથે જ તેજપ્રતાપના પીએને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસ સમક્ષ મંગળવારે આના સંદર્ભે રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કોલ ડિટેલના આધારે મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનાથી બિહારના રાજકીય વર્તુળોમાં ગરમાવો સર્જાયો છે.

પોલીસે જણાવ્યું છે કે જે વ્યક્તિએ તેજપ્રતાપ અને તેમના પીએને ફોન કર્યો હતો, તેણે ખુદની ઓળખ ગોહથી આરજેડીના છાત્રસંઘના અધ્યક્ષ તરીકે આપી છે. લોકસભા ચૂંટણી નજીક છે. તેવામાં ધમકી ભરેલા ફોન કોલને લઈને પોલીસ ઘણી સતર્કતા દાખવી રહી છે.

તાજેતરમાં બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે આરજેડીના નેતા લાલુપ્રસાદ યાદવ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ જેલમાં હોવા છતાં પણ આરજેડીની ગતિવિધિઓના સક્રિય સંચાલનનો હિસ્સો બનેલા છે. નીતિશ કુમારના આપને રદિયો આપતા તેજપ્રતાપ યાદવે કહ્યુ છે કે તેઓ પોતાના પિતાની મુલાકાત માટે મહીનાઓ સુધી તરસતા રહે છે. નીતિશ કુમાર આઘામી ચૂંટણી પહેલા પોતાની સંભવિત હારથી પરેશાન છે. માટે તેઓ આવી વાત કરી રહ્યા છે.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં તેજપ્રતાપ અને તેમના નાના ભાઈ તેજસ્વી યાદવ વચ્ચે મતભેદોના અહેવાલ આવ્યા હતા. જો કે આ મામલામાં સ્પષ્ટીકરણ આપતા તેજપ્રતાપ યાદવે કહ્યુ હતુ કે રાજકારણમાં કેટલાક લોકો એવા છે કે જે બંને ભાઈઓ વચ્ચે તિરાડ ઉભી કરવાની કોશિશ કરી રહ્યા છે.

LEAVE YOUR COMMENT