1. Home
  2. ગુજરાતી
  3. અમેરિકા-ઈરાન વચ્ચે વધી શકે છે તણાવ- અમેરિકાએ ઈરાન પર લગાવ્યા નવા પ્રતિબંધ
અમેરિકા-ઈરાન વચ્ચે વધી શકે છે તણાવ- અમેરિકાએ ઈરાન પર  લગાવ્યા નવા પ્રતિબંધ

અમેરિકા-ઈરાન વચ્ચે વધી શકે છે તણાવ- અમેરિકાએ ઈરાન પર લગાવ્યા નવા પ્રતિબંધ

0

તાજેતરમાં અમેરીકાએ ઈરાન પર કરેલો હુમલો ને ત્યાર બાદ ઈરાન મારફત અમેરીકાના એરબેઝ પર કરવામાં આવેલ હુમલા બાદ આ બન્ને દેશો વચ્ચેના સંબઘોની કડવાશની સીમા વઘી છે.અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હાલમાં ચરમસીમા પર છે.અમેરિકાએ ઈરાન પર પહેલાથી કેટલાક પ્રકારના પ્રતિબંધ લગાવ્યા છે અને હાલની સ્થિતિ વણસી પડતા અમેરિકાએ ઈરાન પર નવા પ્રતિબંધ લગાવ્યા છે.

અમેરિકાએ ઈરાનના જનરલ કમાન્ડર કાસીમ સુલેમાનીને ડ્રોન હૂમલામાં મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યાર બાદ ઈરાને બદલો લેવા માટે ઈરાકના બગદાદમાં આવેલી અમેરિકાની એમ્બેસી નજીક મિસાઈલ  વડે હૂમલા પણ કર્યા હતા. ઈરાનએ આ હૂમલાને ‘બદલો’ જાહેર કરતા અમેરિકા રોષે ભરાયું છે અને ઈરાન પર નવા પ્રતિબંધ લગાવ્યા છે.

ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધની જાહેરાત અમેરિકાના સેક્રેટરી માઈક પોમ્પિયોએ કરી હતી અને કહ્યુ કે, ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધ ખાડીના દેશોમાં શાંતિપુર્ણ વાતાવરણ બનાવવામાં મદદ કરી શકે છે તેમણે ઉમેર્યુ કે આ પ્રતિબંધ ઈરાનના આઠ વરિષ્ઠ અધીકારીઓને પણ અસર કરશે.

કયા કયા સેક્ટર પર પ્રતિબંધ

અમેરિકાએ ઈરાનના કાપડ, નિર્માણ જેવા અનેક વ્યવસાય પર પ્રતિબંધ લગાવ્યા છે અને તેનાથી ઈરાનને વૈશ્વિક સ્તરે વેપાર કરવામાં ભારે મુશ્કેલીઓ પડી શકે છે. સાથે સાથે ટ્રંપ પ્રશાસનએ ઈરાનને મળવાપાત્ર અરબો ડોલરની મદદમાં પણ કાપ મુકયો છે.

અમેરિકા દ્વારા ઈરાન પર મુકવામાં આવેલા પ્રતિબંધની અસર ભારતને પણ થશે, કારણ છે કે ભારતે ઈરાનને ચાબહાર બંદરને વેગ આપવા માટે કરોડો ડોલરનું રોકાણ કર્યુ છે અને ભારતે  ઈરાનના ચાબહાર બંદરનો વિકાસ ઈરાન અને અફઘાનીસ્તાનમાં વેપાર કરવા માટે નક્કી કર્યું હતુ.

અમેરિકાના ઈરાન પર આર્થિક પ્રતિબંધ ભારતના ચાબહાર બંદરના પ્રોજેક્ટને મોટા પાયે અસર કરી શકે છે. અમેરિકાએ પહેલા પણ ભારતને ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ન ખરીદવા માટે પ્રસ્તાવ મોકલ્યો હતો અને હાલની સ્થિતિ જોતા અમેરિકા ભારત પર ઈરાન સાથે સંબંધ ઓછા કરવા વધારે દબાણ કરી શકે છે.

અમેરિકા દ્વારા ઈરાન પર સતત લગાવવામાં આવતા પ્રતિબંધોને કારણે ઈરાનમાં આર્થિક મુશ્કેલીઓ વધી છે. જો કે હવે ઈરાન અને અમેરિકા વચ્ચે મામલો ક્યારે શાંત પડે તેની વિશ્વ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે

(વિનાયક)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.