#revoihero

લખાણ એટલે કે મનમાં આવેલા વિચારોને શબ્દોની માળામાં ગોઠવવાની કળા: જ્યોત માંકડ

– વિનાયક બારોટ

આ વિશ્વમાં દરેક વ્યક્તિમાં કોઈ એક એવી ખાસીયત તો છે જ જેમાં તે સંપૂર્ણપણે નિપુર્ણ છે, આને બીજી રીતે કહેવા જઈએ તો તેને કળા પણ કહી શકાય.. દરેક માણસમાં કાંઈકને કાંઈક કળા રહેલી જ છે, બસ જરૂર છે તો તેને ઓળખવાની. કોઈ વ્યક્તિમાં ચિત્ર દોરવાની કળા હોય તો કોઈ વ્યક્તિમાં સંગીતની, કોઈ વ્યક્તિમાં સરસ બોલવાની કળા હોય તો કોઈ વ્યક્તિમાં સુંદર લખવાની..

જો વાત કરવામાં આવે લખવાની તો.. એવું કહેવાય છે કે લખાણ કેટલુ સારુ છે તેની કોઈ સીમા હોતી નથી. લખેલી વસ્તુનું આંકલન ન કરી શકાય, પણ લખેલી વસ્તુને વાંચો ત્યારે તેનો અનુભવ કરો તે જ લખાણનું પરિમાણ છે અને અનુભવનું કોઈ પરિમાણ હોતું નથી.

વડોદરામાં ધોરણ-11માં ભણતા જ્યોત માંકડની પણ વાત કાંઈક આવી જ છે. દરેક વિષય પર લખવામાં હોશિયાર એવા જ્યોત માંકડએ અત્યાર સુધીમાં કોરોનાવાયરસ, અર્થતંત્ર, ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, ભારતીય સેના તથા અન્ય વિષયો પર પણ લખ્યું છે.

લખવાના સફરની શરૂઆત

ગુરુ વગર જ્ઞાન નહી.. આ વાત ભાગ્ય જ કોઈ એવુ હશે કે જેણે સાંભળી નહીં હોય. જ્યોતના જીવનમાં લખવાની શરૂઆત ખૂબ નાની ઉંમરમાં થઈ ગઈ હતી જ્યારે તેઓ પાંચમાં ધોરણમાં ભણતા હતા. સ્કૂલમાં એકવાર બધા વિદ્યાર્થીઓને જંક ફૂડ પર લખવાનું કહ્યું હતુ ત્યારે તેના પર જ્યોત માંકડ દ્વારા લખવામાં આવેલી વાત શિક્ષકને ખુબ પસંદ આવી..

આ પછી શિક્ષકે જ્યોત દ્વારા લખવામાં આવેલી વાત સ્કૂલની એસેમ્બલીમાં પણ બોલાવી હતી અન તે બાદ શિક્ષકે કહ્યું કે જ્યોત તુ ખુબ સરસ લખે છે અને તારે લખવું જોઈએ.

શિક્ષકની તે વાતથી પ્રેરિત થઈ જ્યોતએ લખવાનું શરૂ કર્યું અને સૌથી સરસ વાત એ છે કે જ્યોત આજે પણ કહે છે કે તે અંગ્રેજીના શિક્ષકના પ્રોત્સાહનથી તેને લખવાની પ્રેરણા મળી.

કોઈ પણ વિષય પર લખતા પહેલા

એ વાતથી તો આપણે સૌ કોઈ જાણકાર હોઈશું કે કોઈ પણ કામ કરતા પહેલા તેના વિશે વિચારવુ પડે છે અને વિચાર પર કામ કરવું પડે છે. આ બાબતે જ્યોત માંકડએ કહ્યું કે કોઈ પણ વિષય પર લખવાની શરૂઆત કરતા પહેલા તેઓ તે વિષયની જાણકારી પ્રાપ્ત કરે છે. તેઓ વિષય સાથે જોડાયેલી મહત્વની વાતો એકત્રિત કરે છે અને પછી તે વિષય પર લખવાની શરૂઆત કરે છે.

ભવિષ્યની વાત

સપના વગરની દુનિયા નકામી… અને દરેક માણસના સપના હોય છે.. પણ હા.. આ બાબતે જ્યોત માંકડએ નિસ્વાર્થ રીતે જવાબ આપ્યો.. જ્યોતને લખવુ ગમે છે તે વાત સૌ કોઈને ખબર છે પરંતુ તેણે આ બાબતે કહ્યું કે હાલ તો તે લખાણ ક્ષેત્રે પોતાનું ભવિષ્ય બનાવવાનું વિચારતા જ નથી.

લખવા વિષે જ્યોતએ કહ્યું કે જ્યારે તેઓ લખે ત્યારે તેમના પર કોઈ પ્રકારને ભાર કે બોજ ન હોવો જોઈએ અને તો જ તે સારુ લખી શકે છે.

જીવનનો સિદ્ધાંત

જીવનમાં હંમેશા પ્રામાણિક રહેવું – આજના સમયમાં જે રીતે લોકો ઓનલાઈન ભણી રહ્યા છે અને ટીચરને ખબર ન પડે તેમ ખોટી રીતે પણ કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી લેતા હોય છે. પણ જ્યોત માંકડનું કામ એવુ છે કે જે પ્રશ્ન ન આવડે તેનો જવાબ ન આપવો પણ બીજામાંથી જોઈને કે અન્ય ખોટી પગલુ ભરીને સાચો જવાબ ન આપવો. અને અન્ય વસ્તુમાં પણ તે આ જ રીતે વર્તન કરે છે.

ક્રિકેટર એમ.એસ.ધોની પર લખેલી કવિતા

કોરોનાવાયરસ પર લખેલી કવિતા

ટુરીઝમ પર લખેલી કવિતા

મંદિર પર લખેલી કવિતા

લખવા સિવાયનું જીવન

જ્યોત માંકડએ કહ્યુ કે તેમને લખવા સિવાય સ્વિમિંગનો પણ શોખ છે.

પોતાના મનની વાત

લખવાનું તે જ્યોત માંકડને સૌથી વધારે પસંદ છે અને તેમણે કહ્યું કે તેઓ જેટલુ પણ લખે છે તે માત્ર તેમના પરિવાર માટે જ લખે છે પણ તેમના માતા પિતાની ઈચ્છા છે કે જ્યોત જેટલુ પણ લખે તે વધારે લોકો સુધી પહોંચી શકે. તેઓ 14 લાઈનમાં પોતાની કવિતાને આકાર આપે છે.

Related posts
#revoihero

જીવનમાં શું કરવાનું છે એ નક્કી કરી લો, તો તમે કાંઈપણ કરી શકો છો – ડૉ. નાગેશ ભંડારી

– વિનાયક બારોટ આપણને સૌને કદાચ દુનિયાની બધી ભાષા વિશે તો એટલી જાણ ન હોય, પણ આપણે સૌ કોઈ તે કહેવતથી જાણકાર…
#revoiheroગુજરાતી

મહેનત તમારા સિદ્ધાંતોનું પાલન કરવા માટે કરો અને જીવનમાં તેના માટે જ લડવાનું હોય છે: કલ્પન શાહ

-વિનાયક બારોટ અમદાવાદ: “જનસેવા એજ પ્રભુસેવા” આ વાતને તો અનેક વ્યક્તિઓ માને છે અને તેને લગભગ બધા જ અનુસરતા હશે પણ આ…
#revoiheroગુજરાતી

શિક્ષણના ક્ષેત્રમાં મદદ કે દાન કરો, તો મંદિર જવાની જરૂર નથી – ડૉ.મનીષ દોશી

-વિનાયક બારોટ અમદાવાદ: આજના સમયમાં જોવા જઈએ તો મોટી સંખ્યામાં એવા લોકો મળશે, જે પોતાના સ્વાર્થ માટે દોડી રહ્યા છે અને કામ…

Leave a Reply