1. Home
  2. ગુજરાતી
  3. આ એક્ટર ગલવાન ઘાટીમાં શહીદ જવાનોની બહાદુરી પર ફિલ્મ બનાવશે
આ એક્ટર ગલવાન ઘાટીમાં શહીદ જવાનોની બહાદુરી પર ફિલ્મ બનાવશે

આ એક્ટર ગલવાન ઘાટીમાં શહીદ જવાનોની બહાદુરી પર ફિલ્મ બનાવશે

0
  • અજય દેવગણ ગલવાન ઘાટીમાં શહીદ જવાનોની બહાદુરી પર બનાવશે ફિલ્મ
  • ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
  • દરેક જણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

દેશના રાજકારણ અને બોલિવૂડ વચ્ચે ઊંડું જોડાણ છે. જો રાજકારણમાં કોઈ મોટી ઉથલપાથલ થાય તો બોલિવૂડ તેના પર ફિલ્મ બનાવવામાં મોડું કરતા નથી. જો દેશમાં કોઈ મોટી ઘટના બને છે, તો તેના પર ફિલ્મ બનાવવામાં આવે છે. હવે સમાચાર આવ્યા છે કે, અભિનેતા અજય દેવગણ ગલવાન ઘાટીમાં શહીદ થયેલા 20 જવાનોની બહાદુરી પર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે અજય દેવગણ ગલવાન ઘાટીમાં બનેલી આ ઘટના પર ફિલ્મ બનાવવાનું વિચારી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું હતું. અજય દેવગણ ગલવાન ઘાટીના એન્કાઉન્ટર પર એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મના ટાઈટલ અંગે હજી કોઈ વિચારણા કરવામાં આવી નથી. આ ફિલ્મમાં 20 જવાનોની કહાની બતાવવામાં આવશે, ચીની આર્મી સાથે ઉગ્ર લડનારા 20 જવાનોની કહાની બતાવવામાં આવશે. જેમણે ચીની આર્મી સાથે ઉગ્ર લડાઈ કરી હતી. ફિલ્મની કાસ્ટ વિશે પણ હજી સુધી વિચારણા કરવામાં આવ્યા નથી.

અજય દેવગણની ગલવાન ઘાટી પરની ફિલ્મ આશ્ચર્યજનક નથી કારણ કે અભિનેતાએ ઘણી ફિલ્મો બનાવી છે જે સત્ય ઘટના પર આધારિત છે અને જેમાં દેશભક્તિને જાગૃત કરવાની શક્તિ છે. એક્ટરે આ પહેલાં તાનાજી તરીકે પણ આવો જ ટ્રેન્ડ ગોઠવ્યો હતો. હવે સમાચાર આવ્યા છે કે ગલવાન ઘાટીમાં જવાનોની બહાદુરી પર ફિલ્મ બનાવવામાં આવશે, તેથી દરેક જણ ઉત્સાહિત છે. આ પહેલા પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક પર પણ એક ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મનું નામ ઉરી ધ – સર્જિકલ સ્ટ્રિકલ. તેમાં એક્ટર વિક્કી કૌશલ જોવા મળ્યા હતા. અહેવાલો એવા પણ છે કે બાલાકોટ એરસ્ટ્રાઇક પર પણ ફિલ્મ બનાવવામાં આવશે.

આ સમયે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યું છે. 15 જૂને ચીનના જવાનો અને ભારતીય જવાનો વચ્ચે ઘર્ષણ થયું હતું. આને કારણે ભારતના 20 જવાનો શહીદ થયા હતા. પરંતુ ચીની જવાનોને પણ ભારે નુકસાન થયું હતું. તેના 40 થી વધુ જવાનો માર્યા ગયા હોવાના અહેવાલ છે. એવામાં અજય દેવગણ તે મહત્વની ઘટના પર એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે, જેની દરેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દેવાંશી-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.