1. Home
  2. ગુજરાતી
  3. યુરોપની શાયરાનું સરહાનીય કાર્યઃ-રાજસ્થાનની 6 કિશોરીઓના બાળલગ્ન અટકાવ્યા
યુરોપની શાયરાનું સરહાનીય કાર્યઃ-રાજસ્થાનની 6 કિશોરીઓના બાળલગ્ન અટકાવ્યા

યુરોપની શાયરાનું સરહાનીય કાર્યઃ-રાજસ્થાનની 6 કિશોરીઓના બાળલગ્ન અટકાવ્યા

0

રાજસ્થાનનું પુષ્કર ગામ,નટ સમુદાય અને 6 બાળકીઓ  સાથે સંકળાયેલી આ જીવનની હકીકત, નટ સમુદાયના રિવાજ મુજબ બાળકીઓના માતા-પિતા 14 વર્ષ જેટલી નાની વયે પોતાની બાળકીઓનો લગ્ન સંસાર માંડીને પોતાના હાથે જ પોતાના સંતાનોને નર્કમાં ધકેલી દે છે,ત્યારે આવા સંકટના સમયે જ્યારે હજારો કિલો મિટર દુરથી કોઈ મદદે આવે ત્યારે સાચા અર્થમાં ભગવાન હોવાનો એહસાસ થાય.

18 ઓક્ટોબર 2019 શુક્રવારના રોજ પુષ્કરમાં 6 બાળકીઓના બાળલગ્ન થવાના હતા,પરતું 6370 કિલો મિટર દુરથી એક 24 વર્ષની યૂવતીએ આ બાળકીનોના જીવનને નર્ક બનતા અટકાવી દીધું, આ બહાદુર યૂવતીનું નામ છે શાયરા સોના મિશન, જે આ બાળકીઓને આગળ ભણાવવા માંગે છે ,પોતાના પગ પર ઊભા રહેતા શીખવાડવા ઈચ્છે છે,.

શાયરાને માહિતી મળી હતી કે,18 વર્ષથી ઓછી વયની કિશોરીઓના લગ્ન 16 થી 18 ઓક્ટોબર વચ્ચે થવા જઈ રહ્યા છે,આ માહિતી મળતાની સાથે જ શાયરાએ આ સુચના સરકારી સંસ્થાન ચાઈલ્ડ રાઈડ્સ એન્ડ યૂ ને આપી,ત્યાર બાદ સીઆરવાય એ સ્થાનિય ગેર સરકારી સંસ્થાન મહિલા જન અધિકારીના માધ્યમથી આ ઘટના અંગે પોલીસને જાણ કરી,પોલીસે 13 ઓક્ટોબરના રોજ આ કિશોરીઓના ઘરે જઈને લગ્નને અટકાવ્યા,તે સાથે જ પોલીસ આ કિશોરીઓના સતત સંપર્કમાં રહે છે અને ભાળ મેળવી રહી છે કે, તેમનો પરિવાર ગુપ્ત રીતે તેમના લગ્ન તો નથી કરાવી રહ્યો ને.આ રીતે પોલીસની મદદથી આ 24 વર્ષની યૂવતીઓ 6 કિશોરીઓના જીનવવે નવો માર્ગ આપ્યો.

કોણ છે આ શાયરા સોના શિન, અને શા માટે તેમણે આ બાળકીઓના ભણતરની જવાબદારી પોતાના શિરે લીધી.

શાયરાએ એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે,વર્ષ 2016મા તે પોતાની માતા સાથે રાજસ્થાન ફરવા માટે આવી હતી,ત્યારે શાયરા પુષ્કર ગઈ હતી,દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયા પર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સ્ટડીઝનો અભ્યાસ કરી રહેલી શાયરાએ નટ સમુદાયના બે નાના બાળકોને જોયા તે બાળકો રસ્તા પર ભીખ માંગી રહ્યા હતા, બાળકની સ્થિતિ જોઈ શાયરાને દુખ થયું,તે પછી શાયરા બાળકો સાથે તેમના ઘરે ગઈ,જ્યા આ બાળકો રહેતા હતા,ત્યા માત્ર નાની નાની ઝુપડીઓ હતી,તે પણ ખુબ જ ખરાબ હાલતમાં,ત્યા ન પાણીની વ્યવસ્થતા હતી,ન ખાવાની,દરેક પ્રાથમિક જરુરીયાતો અસ્થાયિ હતી.

આ હાલાત જોઈને શાયરાથી રહેવાયું નહી,અને તેણે આવા બાળકોના જીવનને સાચી દિશા આપવાનું નક્કી કર્યું,ત્યાર બાદ તે પુષ્કરથી પરત જતી રહી અને ફરી એક મહિના પછી તે રાજસ્થાનના પુષ્કરમાં એટલા માટે આવી કે, તે વિચારી શકે કે, આ બાળકો માટે શું-શું કરવું જોઈએ,ત્યા શાયરાને ખબર પડી કે નટ સમુદાયના લોકો ભીખમાંગીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.બાળકો તો ઠીક પણ તેમના માતા-પિતા પણ ક્યારેય શાળાના વર્ગખંડમાં નથી ગયા,તેઓ રસ્તા પર ઢોલ વગાડીને પોતાનું જીવન પસાર કરી રહ્યા છે.

ત્યાર બાદ શાયરાએ નિર્ણય લીધો બાળકોના જીવન અને અભ્યાસને સુધારવાનો, વર્ષ 2016થી લઈને હાલ સુધી શાયરા 16 વખત પુષ્કર આવી ચૂકી છે,તેણે નટ સમુદાયના 40 બાળકોને શોધ્યા,ત્યાર પછી સ્થાનિક જવાહર પબ્લિક સ્કુલના તંત્ર સાથે વાતચીત કરી કારણ કે તે બાળકોને ભણાવી શકે.

સ્કુલના આચાર્ય ગિરિરાજ ગુજરીયાએ જણાવ્યું કે, એક 11-12 વર્ષની કિશોરી એક મહિનાથી શાળાએ નથી આવી રહી,તેની સાથે તેમના ભાઈ-બહેન પણ નથી આવી રહ્યા,ત્યારે તેને ખબર પડી કે,તે બાળકીની સાથે સાથે 4-5 વધુ બાળકીઓના લગ્ન થવાના છે,16થી 8 ઓક્ટોબર વચ્ચે અજમેરથી આગળ એનએચ-89 પાસે નસીરાબાદમાં લગ્ન થવાના હતા

પછી ગિરિરાજે શાયરાને આ વાત જણાવી,ત્યાર બાદ શાયરાએ અજમેર અને પુષ્કરમાં રહેતા બાળકો માટે કામ કરનારી સંસ્થાઓને જણાવ્યું, પોલીસની મદદથી લગ્ન અટકાવવામાં આવ્યા,શાયરાએ જણાવ્યું કે,તે કિશોરઓના લગ્ન આટલી નાની વયે થવાની વાતને વિચારીને જ ડરી ગઈ હતી,14 વર્ષની ઉમરમાં લગ્ન અને 24 વર્ષની ઉમરે તો આ કિશોરીઓ 4-5 બાળકોની માતા બની જાય છે.આ રીતે શાયરાએ 6 બાળકીઓને પુનઃજીનવ આપ્યું એમ કહી શકાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.