1. Home
  2. ગુજરાતી
  3. ભારત સરકારની આશ- BSNL કંપની સ્પર્ઘા વચ્ચે પણ પોતાનું સ્થાન ટોપ 3માં જાળવી રાખે
ભારત સરકારની આશ- BSNL કંપની સ્પર્ઘા વચ્ચે પણ પોતાનું સ્થાન ટોપ 3માં જાળવી રાખે

ભારત સરકારની આશ- BSNL કંપની સ્પર્ઘા વચ્ચે પણ પોતાનું સ્થાન ટોપ 3માં જાળવી રાખે

0

ભારત સંચાર નિગમ લિમિટેડ નામથી આપણે સૌ કોઈ વાકેફ છીએ જ,ભારતની મુખ્ય પાંચ ટેલિકોમ કંપનીમાંથી ચોથો ક્રમ ઘરાવતી ટેલિકોમ કંપની બીએસએનએલના  છેલ્લા  એક દાયકાથી માર્કેટ શૅરના રુપિયા અને ગ્રાહકો તૂટી રહ્યા છે,તે સાથે જ કંપની સંચાલનનું નુકશાન 13 બિલિયન ડોલર (90 હજાર કરોડ રુપિયા)થી પણ વઘુ થઈ ચૂક્યું છે.તે છત્તાં સરકાર આશા સેવી રહી છે કે આ કંપની ટોપ 3માં પોતાનું સ્થાન જાળવી રાખે.

આ કંપનીની આવકમાં વિતેલા વર્ષે 22 ટકા સુઘીનો ઘટાડો નોંઘાયો હતો,તો વળી કંપનીના નુકશાનની જો વાત કરીએ તો,આ નુકશાન 2 બિલિયન ડોલરનો આંકડો પાર કરી ગયુ હતું.જો કે,મહત્વની વાત તો એ છે,કંપનીને આટલું બઘુ નુકશાન થયા બાદ પણ કંપની આટલી બઘી અન્ય કંપનીઓની પ્રતિસ્પર્ઘામાં પણ અડગ રહી છે,આ તથ્યને આપણે નકારી શકતા નથી. કારણ કે,આજની તારીખમાં પણ બીએસએનએલ કંપની પર અનેક લોકો નિર્ભર છે,જેમ કે તાજેતરમાં  બીએસએનએલ કંપનીના 117 મિલિયન મોબાઈલ સબસ્ક્રાઈબર્સ છે,9.8 મિલિયન લેન્ડ લાઈનના સબસ્ક્રાઈબર્સ છે તો વળી બ્રોડ બેન્ડની જો વાત કરે તો પણ 851 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ઘરાવે છે.આ તમામ એવા રુરલ સ્થાને છે કે જ્યા અન્ય કોઈ પ્રાઈવેટ કંપનીઓ પહોંચી શકી નથી.

ટેલિકોમ કંપનીઓને  લાયસન્સ ફી અને સ્પેકટ્રમ મામલે અદાલતે રાહત આપવાનો ઈનકાર કર્યો હતો,જેની સૌથી વઘુ અસર વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલને થઈ રહી છે.આ કંપનીઓની લાયસન્સ ફી અને સ્પેકટ્રમ વપરાશની કિંમત પેટે અનુક્રમે 39 હજાર કરોડ અને 1 હજાર કરોડ ચૂકવાવાના થાય છે.

 હવે ખરેખર  ભારત સરકાર પણ ઈચ્છે છે કે, બીએસએનએલ દરેક આવતા બીજા દિવસોમાં લડત આપતું રહે.કારણ કે,ભારતમાં જે રીતે ટેલિકોમક્ષેત્રમાં સતત ઉછાળો આવ્યો છે જેના કારણે,14 બિલિયન ડોલર લાઈન્સન્સ પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે,અને છંત્તા પ્રથમ નંબરે રિલાયન્સ ,બીજા નંબરે ભારતી એરટેલ અને ત્રીજા નંબરે વોડાફોન-આઈડીયા છે.

આવી સ્થિતમાં પણ જો, આગામી સમયમાં આ કંપનીઓને નફો થવાના એંઘાણ નહી વર્તાઈ તો આ કંપનીઓ તેઓના બિઝનેસસને તાળા મારી શકે છે, સોફ્ટબેન્ક દ્રારા અપાતા ફંડ મારફત સંચાલીત કંપનીઓથી વિપરીત ટેલિકોમ કંપનીઓએ નફો કરવો આવશ્યક છે, અને આજ પરિસ્થિતિમાં ભારતીય સરકાર બીએસએનએલને ટેલિકોમ માર્કેટમાં ત્રીજા નંબરના મહત્વના પ્લેયર તરીકે જોવા ઈચ્છે છે.

બીએસએનએલના કેસમાં કંપની સમગ્ર ભારતમાં પોતાની સ્થાવર સંપત્તિ જમીન અને બિલ્ડિંગ્સ વેંચી રહી છે,જ્યારે આ મિલકતની કિમંતની જો વાત કરવામાં આવે તો,કંપનીએ તેની કિમંત 10 બિલિયન ડોલર નક્કી કરી છે.જ્યારે નિષ્ણાંતોનું માનવું છે કે, આ બીએસએનએલ કંપનીની મિલકતની કિંમત 28 બિલિયન ડોલર છે,બીએસએનએલ કંપની ભારતમાં માત્રને માત્ર મેટ્રો સિટીમાં જ 43 બિલિયન ડોલરની સંપત્તિ ઘરાવે છે.

સ્થાવર મિલકત વિકાસકર્તાઓ પોતાની બનાવેલી સંપત્તિ વેચવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે,અને પોતાના માથે જે દેવું હતું તેને ઘટાડવાના સતત પ્રયત્નો પણ કરી રહ્યા છે,એજ રીતે બીએસએનએલ કંપની પણ પોતાની સંપત્તિ વેચે તો એટલી કિંમત ન પણ મળી શકે જેટલી કિંમતની કંપનીએ અપેક્ષા રાખી છે.

(સાહીન)

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.