1. Home
  2. revoinews
  3. સીડીસીએ આપી ચેતવણી- હવામાં વધુ સમય રહેવાથી કોરોના વાયરસ સંક્રમિત કરી શકે છે
સીડીસીએ આપી ચેતવણી- હવામાં વધુ સમય રહેવાથી કોરોના વાયરસ સંક્રમિત કરી શકે છે

સીડીસીએ આપી ચેતવણી- હવામાં વધુ સમય રહેવાથી કોરોના વાયરસ સંક્રમિત કરી શકે છે

0
  • કોરોના વાયરસ હવામાં ફેલાય છે
  • આ બાબતે  સીડીસી એ નવી ગાઈડલાઈન જારી કરી
  • 6 ફૂટના અંતરે પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે
  • હવામાં રહેલા એરોસોલ્સથી સંક્રમિત થવાું જોખમ વધુ છે

સમગ્ર વિશ્વમાં  કોરોના મહામારીને લઈને અનેક સંશોધન થી રહ્યા છે તો વેક્સિનની હોળમાં અનેક દેશઓ લાગ્યા છે ત્યારે હવે આ બાબતે એક નવી ચેતવણી આપવામાં આવી છે.  અમેરીકાની સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવિએશનએ કોરોના વાયરસને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે,આ ગાઈડલાઈનના માધ્યમથી લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, હવામાં વધુ સમય રહેવાથી પણ કોરોના વાયરસ લોકોને સંક્રમીત કરી શકે છે.

આ પહેલા પણ આ એજન્સી દ્વારા આજ પ્રકારની એક ચેતવણા આપવામાં આવી હતી, ત્યાર બાદ તેને નકારવામાં આવી હતી , આચેતવણીના થોડા અઠવાડિયા પછી હવે  સીડીસીએ કોરોના સંબંધિત નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. સીડીસીએ કહ્યું કે એવા પુરાવા છે કે લોકો છ ફૂટના અંતરે ઊભા હોય છત્તા પણ  લોકોમાં કોરોના ફેલાય છે.

સંક્રમિત વ્યક્તિ તરફથી નીકળેલા ડ્રોપ્સ બીજા લોકોને સરળતાથી સંક્રિમત કરે છે

સીડીસીએ જણાવ્યું છે કે,  આ પરિસ્થિતિઓ હેઠળ વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોવિડ -19 સંક્રમિત વ્યક્તિના તરફથી નીકળેલા ટીપાં, કણો, એરોસોલ્સ અન્ય વ્યક્તિને સરળતાથી સંક્રમિત કરી શકે છે. ત્યારે આ પહેલા પણ સીડીસીએ ચેતવણી આપી હતી કે જ્યારે સંક્રમિત વ્યક્તિમાંથી ડ્રોપલેટ્સ બહાર આવે છે, ત્યારે તે સપાટી પર પડે છે.

હવેમાં રહેલા ટીપા દ્વારા સંક્રમિત થવાનું જોખમ વધું

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, એરોસોલ ડ્રોપલેટ્સ હજી પણ નાનું હોય છે અને તે ઘુંમાડાની જેમ હવામાં લાંબા સમય સુધી ટકી શકે છે. આ સાથે જ મેરીકાના વૈજ્ઞાનિકોના એક જૂથે પણ આ વિશે ચેતવણી જારી કરી હતી અને કહ્યું હતું કે હવામાં રહેલા એરોસોલ્સ લાંબા સમય સુધી હવામાં ટકી રહે છે જેના થકી સંક્રમિત થવાનું જોખમ વધુ રહે છે.

આ વાયરસના ડ્રોપ હવાની અંદર થોડી ક્ષણથી લઈને કલાકો સુધી જીવીત રહે છે,આ સાથે જ 2 મિટનરા અંતર સુધી વાયરસ ફેલાઈ શકે છે, સંશોધન કરનારાએ જણાવ્યું છે કે, કોવિડ 19થી સંક્રમિત વ્યક્તિ હજારો એરોસોલ હવામાં છોડી શકે છે  આ સાથે જ સ્વાસ લેતા સમયે અને વાત કરતી વખતે ઓછા ડ્રોપલેટ્સ છોડે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓથી કોરોના બાબતે અનેક રિસર્ચ થઈ રહ્યા છે અને એનેક કોરોવા વાયરસને લગતી બાબતો સામે આવી રહી છે, ત્યારે આ સમગ્ર બાબતે એક વાત તો ચોક્કસ છે કે,માસ્ક પહેરવું અને લોકોથી અંતર જાળવવું એ એક સંક્રમિત થવાથી બચવાનો સીધો ઉપાય છે.

સાહીન-

LEAVE YOUR COMMENT