in ,

ગુજરાતમાં મે-જૂન 2020થી વસ્તી ગણતરીનો થશે આરંભ

  • પ્રથમવાર મોબાઇલ એપ્લિકેશનનો કરાશે ઉપયોગ
  • સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે વસ્તી ગમતરીની કામગીરી
  • વસ્તી ગણતરી સંદર્ભે તાલીમ શિબિરનું આયોજન

અમદાવાદઃ ભારતની વસ્તી ગણતરી 2021ની શરૂઆતો શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં મે-જૂન 2020થી પ્રથમ તબક્કાની વસ્તી ગણતરીનો આરંભ થશે. આ વખત પ્રથમવાર વસ્તી ગણતરીમાં મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવશે. વસ્તી ગણતરી માટે અધિકારી-કર્મચારીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવશે. આગામી તા. 18થી 23મી નવેમ્બર સુધી ગાંધીનગરમાં ખાસ તાલીમ શિબિર આયોજન કરાયું છે.

વસ્તી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસ્તી ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસ્તી ગણતરી અંતરાય વિના અવિરત પણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે. આગામી 2021ની વસ્તી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાશે. ગજરાતમાં આ વસ્તી ગણતરીનો શુભારંભના પ્રથમ તબક્કો મે-જુન-2020થી શરૂ થશે અને સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે. વસતી ગણતરી 2021ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સેસ 2021ના CMMS પોર્ટલ દ્વારા કરાશે. જેથી વસ્તી ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપની પ્રસિદ્ધ કરી શકાશે. ગુજરાતમાં હાથ ધરાનાર વસ્તી ગણતરી સંદર્ભે પ્રથમ તબક્કાની તાલીમ શિબિરનું તા.18 થી 23 નવેમ્બર દરમિયાન ગાંધીનગર ખાતે આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VIRAL VIDEO: ચિત્તાએ કર્યો શાહુડી પર હુમલો અને પછી થયું આવું…

Pragya Thakur nominated to Parliamentary Committee on Defence