1. Home
  2. ગુજરાતી
  3. ભારતે તૈયાર કર્યું સૌથી સસ્તું વેન્ટિલેટર, આટલી છે કિંમત
ભારતે તૈયાર કર્યું સૌથી સસ્તું વેન્ટિલેટર, આટલી છે કિંમત

ભારતે તૈયાર કર્યું સૌથી સસ્તું વેન્ટિલેટર, આટલી છે કિંમત

0
  • ભારતે સૌથી સસ્તું વેન્ટિલેટર કર્યું તૈયાર
  • આ વેન્ટિલેટરને પ્રાણવાયુ નામ અપાયું
  • તેની કિંમત અંદાજે 25-30 હજાર રૂપિયા રહેશે.

સમગ્ર દેશમાં સ્વદેશી વસ્તુ જ અપનાવવાની માંગ થઇ રહી છે ત્યારે હવે ભારતે કોરોનાવાયરસ સામે લડવા સૌથી સસ્તું વેન્ટિલેટર તૈયાર કરી લીધું છે. આઈઆઈટી રુડકી અને એઇમ્સ ઋષિકેશ એ ઘણું જ સસ્તું વેન્ટિલેટર બનાવ્યું છે. આ વેન્ટિલેટર ને પ્રાણવાયુ નામ આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજે અઢી મહિના પહેલા એને ટેક્નિકલી વિકસિત કરવામાં આવ્યું હતું. પૂર્ણ સ્વદેશી વેન્ટિલેટર પ્રાણવાયુ એઇમ્સ ઋષિકેશમાં થયેલા પરીક્ષણોમાં સફળ થયું છે. આ વેન્ટિલેટરની
કિંમત માત્ર ૨૫ થી ૩૦ હજાર રૂપિયાની વચ્ચે રહેશે. એઇમ્સ ઋષિકેશના ડાઇરેક્ટરે આ માહિતી આપી હતી.

પૂર્ણ સ્વદેશી વેન્ટિલેટર પ્રાણવાયુ મેક ઈન ઈન્ડિયા હેઠળ તૈયાર કરવામાં આવ્યુ છે. આ વેન્ટિલેટરના તમામ ભાગ અને તકનીક પણ સ્વદેશી છે. આઈઆઈટી રૂડકી અને એઈમ્સ ઋષિકેશના સંયુક્ત તત્વાધાનમાં વિકસિત આ વેન્ટિલેટર પ્રાણવાયુનો ત્યારથી એઈમ્સ ઋષિકેશમાં પરીક્ષણ કરવામાં આવી રહ્યુ હતુ અને આ વેન્ટિલેટર દરેક પ્રકારના ચિકિત્સકીય પરીક્ષણમાં સમગ્રરીતે સફળ થયુ છે.

મહત્વનું છે કે,નવુ વેન્ટિલેટર એવા સમયમાં તૈયાર કરવામાં આવ્યુ છે જ્યારે ભારતમાં કોરોના વાઈરસના મામલે સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાઈરસના કારણે 4.56 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 14,478 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. અત્યાર સુધી લગભગ 2.58 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.